અહીં, શિષ્ય કહે છેઃ — આ પંચમકાળમાં ધ્યાન નથી, કેમકે આ કાળમાં ઉત્તમ
સંહનનનો અભાવ છે અને દશ તેમ જ ચૌદપૂર્વનું શ્રુતજ્ઞાન પણ નથી.
સમાધાનઃ — આ કાળમાં શુક્લધ્યાન નથી, પરંતુ ધર્મધ્યાન છે. શ્રીકુન્દકુન્દાચાર્યદેવે
મોક્ષપ્રાભૃતમાં (ગાથા ૭૬ – ૭૭ માં) કહ્યું છે કે, ‘‘ભરતક્ષેત્રમાં દુઃષમ નામના પંચમકાળમાં
જ્ઞાની જીવને ધર્મધ્યાન હોય છે; તે ધર્મધ્યાન આત્મસ્વભાવમાં સ્થિત થનારને હોય છે;
જે આમ નથી માનતો તે અજ્ઞાની છે. અત્યારે પણ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ ત્રણ
રત્નથી શુદ્ધ જીવ આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપદ અથવા લૌકાંતિક દેવપદ પ્રાપ્ત કરે છે
અને ત્યાંથી ચ્યવીને (મનુષ્ય થઈને) મોક્ષને પામે છે.’’
તે જ પ્રમાણે તત્ત્વાનુશાસન નામના ગ્રન્થમાં (ગાથા ૮૩ માં) કહ્યું છે કે ‘‘આ
સમયે (પંચમકાળમાં) જિનેન્દ્રદેવ શુક્લધ્યાનનો નિષેધ કરે છે, પણ શ્રેણી – આરોહણ પહેલાં
થતા ધર્મધ્યાનનું અસ્તિત્વ બતાવ્યું છે.’’ તથા જે એમ કહ્યું છે કે, ‘ઉત્તમ સંહનનનો અભાવ
હોવાથી ધ્યાન થતું નથી’ તે ઉત્સર્ગવચન છે. અપવાદરૂપ વ્યાખ્યાનથી તો, ઉપશમશ્રેણી અને
ક્ષપકશ્રેણીમાં શુક્લધ્યાન થાય છે અને તે ઉત્તમ સંહનનથી જ થાય છે, પરંતુ અપૂર્વકરણ
(૮મા) ગુણસ્થાનથી નીચેનાં ગુણસ્થાનોમાં એ ધર્મધ્યાન થાય છે, તે પહેલાં ત્રણ ઉત્તમ
સંહનનોનો અભાવ હોય, તોપણ અંતિમ ત્રણ સંહનનોમાં પણ થાય છે. આ પણ તે જ
તત્ત્વાનુશાસન ગ્રન્થમાં (ગાથા ૮૪ માં) કહ્યું છે — ‘‘વજ્રકાયવાળાને ધ્યાન થાય છે એવું
આગમનું વચન ઉપશમ અને ક્ષપકશ્રેણીના ધ્યાનની અપેક્ષાએ કહ્યું છે. એ વચન નીચેનાં
अत्राह शिष्यः । अद्य काले ध्यानं नास्ति । कस्मादिति चेत् —
उत्तमसंहननाभावद्दशचतुर्दशपूर्वगतश्रुतज्ञानाभावाच्च । अत्र परिहारः — शुक्लध्यानं नास्ति
धर्मध्यानमस्तीति । तथाचोक्तं मोक्षप्राभृते श्रीकुन्दकुन्दाचार्यदेवैः ‘भरहे दुस्समकाले धम्मज्झाणं
हवेइ णाणिस्स । तं अप्पसहावठिए ण हु मण्णइ सो दु अण्णाणी ।१। अज्जवि तिरयणसुद्धा
अप्पा ज्झाऊण लहइ इंदत्तं । लोयंतियदेवत्तं तत्थ चुदा णिव्वुदिं जंति ।२।’ तथैव
तत्त्वानुशासनग्रन्थे चोक्तं ‘‘अत्रेदानीं निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः । धर्मध्यानं पुनः प्राहुः
श्रेणीभ्यां प्राग्विवर्त्तिनाम् ।१।’’ यथोक्तमुत्तमसंहननाभावात्तदुत्सर्गवचनम् । अपवादव्याख्यानेन,
पुनरुपशमक्षपकश्रेण्योः शुक्लध्यानं भवति, तच्चोत्तमसंहननेनैव, अपूर्वगुणस्थानादधस्तनेषु
गुणस्थानेषु धर्मध्यानं, तच्चादिमत्रिकोत्तमसंहननाभावेऽप्यन्तिमत्रिकसंहननेनापि भवति ।
तदप्युक्तं तत्रैव तत्त्वानुशासने ‘‘यत्पुनर्वज्रकायस्य ध्यानमित्यागमे वचः । श्रेण्योर्ध्यानं
प्रतीत्योक्तं तन्नाधस्तान्निषेधकम् ।१।’’
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૫૫