ગુણસ્થાનોમાં ધર્મધ્યાનનું નિષેધક નથી. ૧.’’
જે એમ કહ્યું છે કે, ‘દશ તથા ચૌદ પૂર્વના શ્રુતજ્ઞાનથી ધ્યાન થાય છે’ તે
પણ ઉત્સર્ગવચન છે. અપવાદ – વ્યાખ્યાનથી તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના
પ્રતિપાદક સારભૂત શ્રુતજ્ઞાનથી પણ ધ્યાન થાય છે અને કેવળજ્ઞાન પણ થાય છે.
જો એવું અપવાદવ્યાખ્યાન ન હોય તો ‘‘તુષ – માષનું ઉચ્ચારણ કરતાં શ્રીશિવભૂતિ
મુનિ કેવળજ્ઞાની થઈ ગયા’’ ઇત્યાદિ ગન્ધર્વારાધનાદિ ગ્રન્થોમાં કહેલું કથન કેવી રીતે
ઘટે? શંકાઃ — શ્રીશિવભૂતિ મુનિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પ્રતિપાદન
કરનાર દ્રવ્યશ્રુત જાણતા હતા અને ભાવશ્રુત તેમને પૂર્ણપણે હતું? ઉત્તરઃ — એમ
ન કહેવું જોઈએ; કેમ કે જો તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પ્રતિપાદક
દ્રવ્યશ્રુતને જાણતા હોત તો ‘ન દ્વેષ કર, ન રાગ કર,’ એ એક પદ કેમ ન જાણે?
માટે જ જણાય છે કે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતાપ્રમાણ
જ ભાવશ્રુત તેમને હતું અને દ્રવ્યશ્રુત કાંઈ પણ નહોતું. આ વ્યાખ્યાન અમે કલ્પિત
નથી કહ્યું; તે ચારિત્રસાર આદિ શાસ્ત્રોમાં પણ કહેવાયેલું છે. તે આ પ્રમાણેઃ —
અંતર્મુહૂર્તમાં જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ ક્ષીણકષાય ગુણસ્થાનમાં રહેનાર
‘નિર્ગ્રંથ’ નામના ૠષિ કહેવાય છે. તેમને ઉત્કૃષ્ટપણે ચૌદ પૂર્વ શ્રુતજ્ઞાન હોય છે અને
જઘન્યપણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ શ્રુતજ્ઞાન હોય છે.
यथोक्तं दशचतुर्दशपूर्वगतश्रुतज्ञानेन ध्यानं भवति तदप्युत्सर्गवचनम् ।
अपवादव्याख्यानेन पुनः पञ्चसमितित्रिगुप्तिप्रतिपादकसारभूतश्रुतेनापि ध्यानं भवति
केवलज्ञानश्च । यद्येवमपवादव्याख्यानं नास्ति तर्हि ‘‘तुसमासं घोसन्तो सिवभूदी केवली जादो’’
इत्यादिगन्धर्वाराधनादिभणितं व्याख्यानम् कथम् घटते ? अथ मतम् — पञ्चसमिति-
त्रिगुप्तिप्रतिपादकं द्रव्यश्रुतमिति जानाति । इदं भावश्रुतं पुनः सर्वमस्ति । नैवं वक्तव्यम् । यदि
पञ्चसमितित्रिगुप्तिप्रतिपादकं द्रव्यश्रुतं जानाति तर्हि ‘‘मा रूसह मा तूसह’’ इत्येकं पदं किं
न जानाति । तत एव ज्ञायतेऽष्टप्रवचनमातृप्रमाणमेव भावश्रुतं, द्रव्यश्रुतं पुनः किमपि नास्ति ।
इदन्तु व्याख्यानमस्माभिर्न कल्पितमेव । तच्चारित्रसारादिग्रन्थेष्वपि भणितमास्ते । तथाहि —
अन्तर्मुहूर्तादूर्ध्वं ये केवलज्ञानमुत्पादयन्ति ते क्षीणकषायगुणस्थानवर्त्तिनो निर्ग्रंथसंज्ञा ऋषयो
भण्यन्ते । तेषां चोत्कर्षेण चतुर्दशपूर्वादिश्रुतं भवति, जघन्येन पुनः पञ्चसमिति-
त्रिगुप्तिमात्रमेवेति ।
૨૫૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ