શંકાઃ — મોક્ષને માટે ધ્યાન કરવામાં આવે છે અને આ કાળે મોક્ષ તો નથી; તો
ધ્યાન કરવાનું શું પ્રયોજન છે? ઉત્તરઃ — એમ નથી, કેમ કે આ કાળે પણ પરંપરાએ
મોક્ષ છે. પ્રશ્નઃ — પરંપરાએ મોક્ષ કેવી રીતે છે? ઉત્તરઃ — ધ્યાન કરનાર સ્વશુદ્ધાત્માની
ભાવનાના બળથી સંસારની સ્થિતિ અલ્પ કરીને સ્વર્ગમાં જાય છે, ત્યાંથી આવીને
મનુષ્યભવમાં રત્નત્રયની ભાવના પ્રાપ્ત કરીને શીઘ્ર મોક્ષ જાય છે. જે ભરત, સગર,
રામચંદ્રજી, પાંડવો વગેરે મોક્ષે ગયા છે તેઓ પણ પૂર્વભવમાં ભેદાભેદ – રત્નત્રયની
ભાવનાથી સંસારની સ્થિતિ ઘટાડીને પછી મોક્ષે ગયા છે. તે જ ભવે બધાને મોક્ષ થાય
છે, એવો નિયમ નથી.
ઉપરોક્ત કથન પ્રમાણે અલ્પ શ્રુતજ્ઞાનથી પણ ધ્યાન થાય છે એ જાણીને શું કરવું?
[દુર્ધ્યાન છોડીને ધ્યાન કરવું, એમ સમજાવવામાં આવે છે.] ‘‘દ્વેષથી૧ કોઈને મારવા,
બાંધવા કે અંગ કાપવાનું અને રાગથી પરસ્ત્રી આદિનું જે ચિંતવન છે તેને નિર્મળબુદ્ધિના
ધારક આચાર્યો જિનમતમાં અપધ્યાન કહે છે.૧. ૨હે જીવ, સંકલ્પરૂપી કલ્પવૃક્ષનો આશ્રય
કરવાથી તારું ચિત્ત આ મનોરથરૂપી સાગરમાં ડૂબી જાય છે; તે વિકલ્પોમાં વાસ્તવિક રીતે
તારું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી, ઊલટું કલુષતાનો આશ્રય કરનારાઓનું અકલ્યાણ
થાય છે. ૨. જેવી ૩રીતે દુર્ભાગ્યથી દુઃખી મનવાળા તારા અંતરમાં ભોગ ભોગવવાની
ઇચ્છાથી વ્યર્થ તરંગો ઊઠ્યા કરે છે તેવી રીતે જો તે મન પરમાત્મરૂપ સ્થાનમાં સ્ફુરાયમાન
अथ मतं — मोक्षार्थं ध्यानं क्रियते न चाद्य काले मोक्षोऽस्ति; ध्यानेन किं
प्रयोजनम् ? नैवं, अद्य कालेऽपि परम्परया मोक्षोऽस्ति । कथमिति चेत् ? स्वशुद्धात्म-
भावनाबलेन संसारस्थितिं स्तोकां कृत्वा देवलोकं गच्छति, तस्मादागत्य मनुष्यभवे
रत्नत्रयभावनां लब्ध्वा शीघ्र मोक्षं गच्छतीति । येऽपि भरतसगररामपाण्डवादयो मोक्षं गतास्तेपि
पूर्वभवे भेदाभेदरत्नत्रयभावनया संसारस्थितिं स्तोकां कृत्वा पञ्चान्मोक्षं गताः । तद्भवे सर्वेषां
मोक्षो भवतीति नियमो नास्ति । एवमुक्तप्रकारेण अल्पश्रुतेनापि ध्यानं भवतीति ज्ञात्वा किं
कर्तव्यम् — ‘‘वधबन्धच्छेदादेर्द्वेषाद्रागाच्च परकलत्रादेः । आध्यानमपध्यानं शासति जिनशासने
विशदाः ।१। संकल्पकल्पतरुसंश्रयणात्त्वदीयं चेतो निमज्जति मनोरथसागरेऽस्मिन् । तत्रार्थतः
तव चकास्ति न किंचनापि पक्षेऽपरं भवति कल्मषसंश्रयस्य ।२। दौर्विध्यदग्धमन-
सोऽन्तरुपात्तमुक्तेश्चित्तं यथोल्लसति ते स्फु रितोत्तरङ्गम् । धाम्नि स्फु रेद्यदि तथा परमात्मसंज्ञे
૧. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર ગા. ૭૮
૨. શ્રી યશસ્તિલક ચમ્પૂ અ. ૨ ગા. ૧૩૨
૩. શ્રી યશસ્તિલક ચમ્પૂ અ. ૨ ગા. ૧૩૪
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૫૭