થાય તો તારો જન્મ કેવી રીતે નિષ્ફળ થાય? ૩. આકાંક્ષાથી૧ કલુષિત થયેલો અને કામ –
ભોગોમાં મૂર્ચ્છિત એવો આ જીવ ભોગ ન ભોગવવા છતાં પણ ભાવથી કર્મો બાંધે છે.
૪. — ઇત્યાદિરૂપ (ઉક્ત ગાથાઓમાં કહેલા) દુર્ધ્યાનને છોડીને (આમ કરવું – )
૨
નિર્મમત્વમાં સ્થિર થઈને, અન્ય પદાર્થોમાં મમત્વબુદ્ધિનો હું ત્યાગ કરું છું; મને આત્માનું
જ અવલંબન છે, અન્ય સર્વનો હું ત્યાગ કરું છું. ૧. મારો૩ આત્મા જ દર્શન છે, આત્મા
જ જ્ઞાન છે, આત્મા જ ચારિત્ર છે, આત્મા જ પ્રત્યાખ્યાન છે, આત્મા જ સંવર છે અને
આત્મા જ યોગ છે. ૨. જ્ઞાનદર્શનલક્ષણવાળો ૪એક મારો આત્મા જ શાશ્વત છે અને અન્ય
સર્વ સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે. ૩. – ઇત્યાદિ સારભૂત પદોનું ગ્રહણ કરીને
ધ્યાન કરવું.
હવે, મોક્ષના વિષયમાં ફરીથી નય – વિચાર કહેવામાં આવે છેઃ — પ્રથમ તો મોક્ષ
બંધપૂર્વક છે. તે જ કહ્યું છે — ‘‘૫જો જીવ મુક્ત છે તો પહેલાં એ જીવને બંધ અવશ્ય
હોવો જોઈએ. કેમ કે જો બંધ ન હોય તો મોક્ષ કેવી રીતે હોઈ શકે? અબંધની (બંધાયેલો
ન હોય તેની) મુક્તિ થતી નથી તો મુઞ્ચ્ ધાતુનો પ્રયોગ જ નકામો છે.’ શુદ્ધ નિશ્ચયનયથી
બંધ નથી તથા બંધપૂર્વક મોક્ષ પણ નથી. જો શુદ્ધ નિશ્ચયનયથી બંધ હોય તો સદાય બંધ
कौतस्कुती तव भवेद्विफला प्रसूतिः ।३। कंखिद कलुसिदभूतो कामभोगेहिं मुच्छिदो जीवो ।
ण य भुंजंतो भोगे बंधदि भावेण कम्माणि ।४।’’ इत्याद्यपध्यानंत्यक्त्वा — ‘‘ममत्तिं
परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो । आलंवणं च मे आदा अवसेसाइं वोसरे ।१। आदा खु मज्झ
णाणे आदा मे दंसणे चरित्ते य । आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे ।३। एगो मे सस्सदो
अप्पा णाणदंसणलक्खणो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ।३।’’
इत्यादिसारपदानि गृहीत्वा च ध्यानं कर्त्तव्यमिति ।
अथ मोक्षविषये पुनरपि नयविचारः कथ्यते । तथा हि — मोक्षस्तावत् बंधपूर्वकः ।
तथाचोक्तं — ‘‘मुक्तश्चेत् प्राक्भवेद्बन्धो नो बन्धो मोचनं कथम् । अबन्धे मोचनं नैव
मुञ्चेरर्थो निरर्थकः ।१।’’ बंधश्च शुद्धनिश्चयनयेन नास्ति, तथा बंधपूर्वको मोक्षोऽपि । यदि
पुनः शुद्धनिश्चयेन बंधो भवति तदा सर्वदैव बंध एव, मोक्षो नास्ति । किंच — यथा
૧. શ્રી મૂળાચાર અ. ૨ ગા. ૮૧. ૨.શ્રી નિયમસાર ગાથા ૯૯.
૩. શ્રી નિયમસાર ગાથા ૧૦૦. ૪.શ્રી નિયમસાર ગાથા ૧૦૨.
૫. શ્રી પરમાત્મ પ્રકાશ અ. ૧ ગાથા ૫૯ ટીકા.
૨૫૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ