Bruhad Dravya Sangrah (Gujarati). Hey-Upadey Swaroopano Vishesh Vichar.

< Previous Page   Next Page >


Page 88 of 272
PDF/HTML Page 100 of 284

 

background image
कर्तृत्वम्, वस्तुवृत्त्या पुनः पुण्यपापादिरूपेणाकर्तृत्वमेव ‘‘सव्वगदं’’ लोकालोकव्याप्त्यपेक्षया
सर्वगतमाकाशं भण्यते लोकव्याप्त्यपेक्षया धर्माधर्मौ च जीवद्रव्यं पुनरेकजीवापेक्षया
लोकपूरणावस्थां विहायासर्वगतं, नानाजीवापेक्षया सर्वगतमेव भवति, पुद्गलद्रव्यं
पुनर्लोकरूपमहास्कन्धापेक्षया सर्वगतं, शेषपुद्गलापेक्षया सर्वगतं न भवति, कालद्रव्यं
पुनरेककालाणुद्रव्यापेक्षया सर्वगतं, न भवति, लोकप्रदेशप्रमाणनानाकालाणुविवक्षया लोके
सर्वगतं भवति
‘‘इदरंहि य पवेसे’ यद्यपि सर्वद्रव्याणि व्यवहारेणैकक्षेत्रावगाहेनान्योन्यप्रवेशेन
तिष्ठन्ति तथापि निश्चयनयेन चेतनादिस्वकीयस्वरूपं न त्यजन्तीति अत्र षड्द्रव्येषु मध्ये
वीतरागचिदानन्दैकादिगुणस्वभावं शुभाशुभमनोवचनकायव्यापाररहितं निजशुद्धात्म-
द्रव्यमेवोपादेयमिति भावार्थः
अत ऊर्ध्वं पुनरपि षड्द्रव्याणां मध्ये हेयोपादेयस्वरूपं विशेषेण विचारयति तत्र
शुद्धनिश्चयनयेन शक्तिरूपेण शुद्धबुद्धैकस्वभावत्वात् सर्वे जीवा उपादेया भवन्ति व्यक्तिरूपेण
‘‘सव्वगदं’’ લોક અને અલોકમાં વ્યાપવાની અપેક્ષાએ આકાશને ‘સર્વગત’ કહેવામાં
આવે છે. લોકાકાશમાં વ્યાપવાની અપેક્ષાએ ધર્મ અને અધર્મદ્રવ્ય સર્વગત છે. જીવદ્રવ્ય, એક
જીવની અપેક્ષાએ લોકપૂરણ નામક સમુદ્ઘાતની અવસ્થા સિવાય અસર્વગત છે, પણ
જુદાજુદા જીવોની અપેક્ષાએ સર્વગત જ છે. પુદ્ગલદ્રવ્ય લોકવ્યાપક મહાસ્કંધની અપેક્ષાએ
સર્વગત છે અને બાકીનાં પુદ્ગલોની અપેક્ષાએ સર્વગત નથી. કાળદ્રવ્ય, એક કાલાણુદ્રવ્યની
અપેક્ષાએ સર્વગત નથી, લોકાકાશના પ્રદેશ બરાબર જુદાજુદા કાલાણુની વિવક્ષાથી કાળદ્રવ્ય
લોકમાં સર્વગત છે.
‘‘इदरंहि य पवेसे’’ જોકે સર્વ દ્રવ્યો વ્યવહારનયથી એક ક્ષેત્રે અવગાહ હોવાથી
એકબીજામાં પ્રવેશ કરીને રહે છે, તોપણ નિશ્ચયનયથી ચેતના આદિ પોતપોતાના સ્વરૂપને
છોડતાં નથી.
સારાંશ એ છે કે; આ છ દ્રવ્યોમાં વીતરાગ, ચિદાનંદ, એક આદિ ગુણસ્વભાવી
અને શુભાશુભ મન, વચન અને કાયાના વ્યાપારરહિત નિજ શુદ્ધાત્મદ્રવ્ય જ ઉપાદેય છે.
(હેયઉપાદેયસ્વરૂપનો વિશેષ વિચાર)
હવે પછી, ફરીથી છ દ્રવ્યોમાં હેય - ઉપાદેય સ્વરૂપનો વિશેષ વિચાર કરે છે. ત્યાં
શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે સર્વે જીવો શુદ્ધ - બુદ્ધ - એકસ્વભાવી હોવાથી ઉપાદેય છે અને
૮૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ