पुनः पञ्चपरमेष्ठिन एव । तत्राप्यर्हत्सिद्धद्वयमेव । तत्रापि निश्चयेन सिद्ध एव । परमनिश्चयेन
तु भोगाकांक्षादिरूपसमस्तविकल्पजालरहितपरमसमाधिकाले सिद्धसदृशः स्वशुद्धात्मैवोपादेयः,
शेषद्रव्याणि हेयानीति तात्पर्यम् । शुद्धबुद्धैकस्वभाव इति कोऽर्थः ? मिथ्यात्वरागादि-
समस्तविभावरहितत्वेन शुद्ध इत्युच्यते, केवलज्ञानाद्यनन्तगुणसहितत्वाद् बुद्धः । इति
शुद्धबुद्धैकलक्षणम् सर्वत्र ज्ञातव्यम् ।
चूलिकाशब्दार्थः कथ्यते — चूलिका विशेषव्याख्यानम्, अथवा उक्तानुक्तव्याख्यानम्,
उक्तानुक्तसंकीर्णव्याख्यानम् चेति ।
।। इति षड्द्रव्यचूलिका समाप्ता ।।
વ્યક્તિરૂપે પંચ પરમેષ્ઠી જ ઉપાદેય છે. તેમાં પણ (પંચપરમેષ્ઠીમાં પણ) અર્હંત અને સિદ્ધ
– એ બે જ ઉપાદેય છે. એ બેમાં પણ નિશ્ચયથી સિદ્ધ જ ઉપાદેય છે અને પરમ નિશ્ચયનયથી
તો ભોગાકાંક્ષાદિરૂપ સમસ્ત વિકલ્પજાળરહિત પરમસમાધિકાળે સિદ્ધસમાન સ્વશુદ્ધાત્મા જ
ઉપાદેય છે, અન્ય સર્વ દ્રવ્યો હેય છે — આમ તાત્પર્ય છે.
‘શુદ્ધ - બુદ્ધ - એકસ્વભાવ’ એ પદનો શો અર્થ છે? મિથ્યાત્વ – રાગાદિ સમસ્ત
વિભાવરહિત હોવાથી આત્મા ‘શુદ્ધ’ કહેવાય છે અને કેવળજ્ઞાનાદિ અનંતગુણોથી સહિત
હોવાથી આત્મા ‘બુદ્ધ’ કહેવાય છે. ‘શુદ્ધ-બુદ્ધ’નું લક્ષણ સર્વત્ર આ રીતે જાણવું.
હવે, ‘ચૂલિકા’ શબ્દનો અર્થ કહેવામાં આવે છે — કોઈ પદાર્થના વિશેષ વ્યાખ્યાનને,
કથન કરેલા વિષયમાં અકથિત વિષયના વ્યાખ્યાનને અને કહેલા તથા નહિ કહેલા વિષયના
મિશ્ર વ્યાખ્યાનને ‘ચૂલિકા’ કહે છે.
એ રીતે છ દ્રવ્યોની ચૂલિકા સમાપ્ત થઈ.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૮૯
12