૯૦ ]બૃહદ્ – દ્રવ્યસંગ્રહ
હવે દ્વિતીય અધિકાર કહેવામાં આવે છેઃ —
હવે પછી, જીવ અને પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ આસ્રવ આદિ સાત પદાર્થોનું
અગિયાર ગાથાઓ સુધી વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ‘‘आसवबन्धण’’ ઇત્યાદિ
અધિકારની સૂચનારૂપ એક ગાથા, ત્યારપછી આસ્રવ પદાર્થના વ્યાખ્યાનરૂપે ‘‘आसवादि
जेण’’ ઇત્યાદિ ત્રણ ગાથાઓ છે. ત્યારપછી બંધનું વ્યાખ્યાન કરવા માટે ‘‘बज्झदि
कम्मं’’ વગેરે બે ગાથા છે, ત્યારપછી સંવરનું કથન કરવા માટે ‘‘चेदणपरिणामो’’
ઇત્યાદિ બે ગાથાઓ, ત્યારપછી નિર્જરાના પ્રતિપાદનરૂપ ‘‘जहकालेण तवेण य’’ વગેરે
એક ગાથા, ત્યારપછી મોક્ષસ્વરૂપના કથન માટે ‘‘सव्वस्स कम्मणो’’ આદિ એક ગાથા
અને પછી પુણ્ય અને પાપ — એ બેના કથન માટે ‘‘सुहअसुह’’ ઇત્યાદિ એક ગાથા
છે. એ રીતે અગિયાર ગાથાઓ દ્વારા સાત સ્થળોથી બીજા અધિકારને વિષે
સમુદાયપાતનિકા ( – સમુદાયભૂમિકા) કહી.
– ૨ –
સપ્તતત્ત્વ – નવપદાર્થ અધિાકાર
अथ द्वितीयः अधिकारः ।
अतः परं जीवपुद्गलपर्यायरूपाणामास्रवादिसप्तपदार्थानमेकादशगाथापर्यन्तं व्याख्यानं
करोति । तत्रादौ ‘‘आसवबंधण’’ इत्याद्यधिकारसूत्रगाथैका, तदनन्तरमास्रवपदार्थ-
व्याख्यानरूपेण ‘‘आसवदि जेण’’ इत्यादि गाथात्रयम्, ततः परं बन्धव्याख्यानकथनेन
‘‘बज्झदि कम्मं’’ इति प्रभृतिगाथाद्वयं, ततोऽपि संवरकथनरूपेण ‘‘चेदणपरिणामो’’ इत्यादि
सूत्रद्वयं, ततश्च निर्जराप्रतिपादनरूपेण ‘‘जहकालेण तवेण य’’ इति प्रभृतिसूत्रमेकं, तदनन्तरं
मोक्षस्वरूपकथनेन ‘सव्वस्स कम्मणो’’ इत्यादि सूत्रमेकं, ततश्च पुण्यपापद्वयकथनेन
‘‘सुहअसुह’’ इत्यादि सूत्रमेकं चेत्येकादशगाथाभिः स्थलसप्तकसमुदायेन द्वितीयाधिकारे
समुदायपातनिका