સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૯૧
અહીં, શિષ્ય પ્રશ્ન કરે છે — જો એકાંતે જીવ અને અજીવ એ બે દ્રવ્યો પરિણામી
હોય તો સંયોગપર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય અને જો એકાંતે અપરિણામી હોય તો
જીવ અને અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થો સિદ્ધ થાય, તેથી આસ્રવ આદિ સાત પદાર્થો કેવી
રીતે સિદ્ધ થાય? તેનો ઉત્તરઃ — કથંચિત્ પરિણામીપણાને લીધે સાત પદાર્થો સિદ્ધ થાય
છે. ‘કથંચિત્ પરિણામીપણા’નો શો અર્થ છે? જેમ સ્ફટિકમણિ જોકે સ્વભાવથી નિર્મળ છે,
તોપણ જપાપુષ્પાદિ ઉપાધિજનિત પર્યાયાંતરરૂપ પરિણતિને ગ્રહણ કરે છે, જોકે
(સ્ફટિકમણિ) ઉપાધિ ગ્રહણ કરે છે, તોપણ નિશ્ચયથી શુદ્ધસ્વભાવને છોડતો નથી; તેમ
જીવ પણ જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી સહજશુદ્ધ ચિદાનંદ એકસ્વભાવી છે, તોપણ અનાદિ
– કર્મબંધપર્યાયના વશ રાગાદિ પરદ્રવ્ય – ઉપાધિપર્યાયને ગ્રહણ કરે છે, જોકે (જીવ)
પરપર્યાયરૂપે પરિણમે છે, તોપણ નિશ્ચયથી શુદ્ધસ્વરૂપને છોડતો નથી. પુદ્ગલનું પણ તે
જ પ્રમાણે છે. — આવું પરસ્પર સાપેક્ષપણું ‘કથંચિત્ પરિણામીપણું’ શબ્દનો અર્થ છે. આ
પ્રમાણે કથંચિત્ પરિણામીપણું હોવાથી જીવ અને પુદ્ગલના સંયોગરૂપ પરિણતિથી બનતા
હોવાને લીધે આસ્રવાદિ સાત પદાર્થો સિદ્ધ થાય છે અને તે સાત પદાર્થો પૂર્વોક્ત જીવ
અને અજીવ દ્રવ્ય સાથે મળીને નવ થાય છે, તેથી નવ પદાર્થો કહેવામાં આવે છે.
અભેદનયથી પુણ્ય અને પાપ — એ બે પદાર્થનો આસ્રવ પદાર્થમાં અથવા બંધ પદાર્થમાં
સમાવેશ કરવાની અપેક્ષાએ સાત તત્ત્વ કહેવામાં આવે છે.
अत्राह शिष्य : — यद्येकान्तेन जीवाजीवौ परिणामिनौ भवतस्तदा संयोगपर्यायरूप
एक एव पदार्थः, यदि पुनरेकान्तेनापरिणामिनौ भवतस्तदा जीवाजीवद्रव्यरूपौ द्वावेव पदार्थौ,
तत आस्रवादिसप्तपदार्थाः कथं घटन्त इति । तत्रोत्तरं — कथंचित्परिणामित्वाद् घटन्ते ।
कथंचित्परिणामित्वमिति कोऽर्थः ? यथा स्फ टिकमणिविशेषो यद्यपि स्वभावेन निर्मलस्तथापि
जपापुष्पाद्युपाधिजनितं पर्यायान्तरं परिणति १गृह्णाति । यद्यप्युपाधिं गृह्णाति तथापि निश्चयेन
शुद्धस्वभावं न त्यजति तथा जीवोऽपि यद्यपि शुद्धद्रव्यार्थिकनयेन सहजशुद्ध-
चिदानन्दैकस्वभावस्तथाप्यनादिकर्मबन्धपर्यायवशेन रागादिपरद्रव्योपाधिपर्यायं गृह्णाति । यद्यपि
परपर्यायेण परिणमति तथापि निश्चयेन शुद्धस्वरूपं न त्यजति । पुद्गलोऽपि तथेति ।
परस्परसापेक्षत्वं कथंचित्परिणामित्वशब्दस्यार्थः । एवं कथंचित्परिणामित्वे सति
जीवपुद्गलसंयोगपरिणतिनिर्वृत्तत्वादास्रवादिसप्तपदार्था घटन्ते । ते च पूर्वोक्तजीवाजीवपदार्थाभ्यां
सह नव भवन्ति ततः एव नव पदार्थाः । पुण्यपापपदार्थद्वयस्याभेदनयेन कृत्वा
१. ‘परिणमति’ इति पाठान्तरं