પ્રશ્નઃ — હે ભગવાન! જોકે કથંચિત્ પરિણામીપણાના બળથી, ભેદપ્રધાન
પર્યાયાર્થિકનયથી નવ પદાર્થો અને સાત તત્ત્વો સિદ્ધ થયાં, તોપણ તેમનાથી શું પ્રયોજન
છે? જેવી રીતે અભેદનયથી પુણ્ય અને પાપપદાર્થનો અંતર્ભાવ સાત તત્ત્વોમાં થયો તેવી
જ રીતે વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ
બે દ્રવ્યોમાં અંતર્ભાવ કરવામાં આવતાં, જીવ અને અજીવ એ બે પદાર્થો જ સિદ્ધ થાય
છે! એ શંકાનો પરિહાર કરે છેઃ — હેય અને ઉપાદેય તત્ત્વનું પરિજ્ઞાન કરાવવારૂપ પ્રયોજન
માટે આસ્રવાદિ પદાર્થોનું વ્યાખ્યાન કરવા યોગ્ય છે. તે જ કહે છેઃ અક્ષય – અનંત સુખ
તે ઉપાદેયતત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર અને નિર્જરા — એ બે છે,
તેનું કારણ વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધા – જ્ઞાન – અનુચરણરૂપ
લક્ષણવાળું ૧નિશ્ચયરત્નત્રયસ્વરૂપ અને તેનું ૨સાધક વ્યવહારરત્નત્રયરૂપ છે. હવે, હેયતત્ત્વ
કહેવામાં આવે છે — આકુળતા ઉત્પન્ન કરનારું નરકગતિ આદિનું દુઃખ અને નિશ્ચયથી
ઇન્દ્રિયજનિત સુખ હેયતત્ત્વ છે. તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ —
पुण्यपापयोरास्रवपदार्थस्य, बन्धपदार्थस्य वा मध्ये अन्तर्भावविवक्षया सप्ततत्त्वानि भण्यन्ते । हे
भगवन् ! यद्यपि कथंचित्परिणामित्वबलेन भेदप्रधानपर्यायार्थिकनयेन नवपदार्थाः सप्ततत्त्वानि
वा सिद्धानि तथापि तैः किं प्रयोजनम् । यथैवाभेदनयेन पुण्यपापपदार्थद्वयस्यान्तर्भावो
जातस्तथैव विशेषाभेदनयविवक्षायामास्रवादिपदार्थानामपि जीवाजीवद्वयमध्येऽन्तर्भावे कृते
जीवाजीवौ द्वावेव पदार्थाविति । तत्र परिहार : — हेयोपादेयतत्त्वपरिज्ञानप्रयोजनार्थ-
मास्रवादिपदार्थाः व्याख्येया भवन्ति । तदेव कथयति — उपादेयतत्त्वमक्षयानन्तसुखं, तस्य
कारणं मोक्षः, मोक्षस्य कारणं संवरनिर्जराद्वयं, तस्य कारणं विशुद्धज्ञानदर्शन-
स्वभावनिजात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं निश्चयरत्नत्रयस्वरूपं, तत्साधकं
व्यवहाररत्नत्रयरूपं चेति । इदानीं हेयतत्त्वं कथ्यते — आकुलत्वोत्पादकं नारकादिदुःखं
निश्चयेनेन्द्रियसुखं च हेयतत्त्वम् । तस्य कारणं संसार; संसारकारणमास्रवबन्धपदार्थद्वयं, तस्य
૧. આત્માશ્રિત નિશ્ચયનય છે. [જુઓ, શ્રી સમયસાર ગાથા ૨૭૨ની શ્રી આત્મખ્યાતિ ટીકા.]
૨. અહીં, ‘સાધક’ કહ્યું છે તે ‘ભિન્ન સાધક’ના અર્થમાં સમજવું. ભિન્ન સાધ્ય – સાધનપણું છે તે વાસ્તવિક
સાધ્યસાધનપણું નથી, માત્ર ઉપચરિત છે. [જુઓ, શ્રી પંચાસ્તિકાય સંગ્રહ પૃષ્ઠ ૨૩૩ (ભિન્ન
સાધ્યસાધનભાવ); શ્રી સમયસાર ગાથા ૪૧૪ ની તાત્પર્યવૃત્તિ ટીકા [બહિરંગ સહકારી કારણ (અર્થાત્
નિમિત્ત); શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૩ (જે મોક્ષમાર્ગ તો નથી, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા
સહચારી છે; તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે.)]
૯૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ