Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 87 of 272
PDF/HTML Page 99 of 284

 

background image
विभावव्यञ्जनपर्यायाभावान्नित्यानि, द्रव्यार्थिकनयेन च; जीवपुद्गलद्रव्ये पुनर्यद्यपि
द्रव्यार्थिकनयापेक्षया नित्ये तथाप्यगुरुलघुपरिणतिस्वरूपस्वभावपर्यायापेक्षया विभावव्यञ्जन-
पर्यायापेक्षया चानित्ये
‘‘कारण’’ पुद्गलधर्माधर्माकाशकालद्रव्याणि व्यवहारनयेन
जीवस्यशरीरवाङ्मनःप्राणापानादिगतिस्थित्यवगाहवर्त्तनाकार्याणि कुर्वन्तीति कारणानि भवंति
जीवद्रव्यं पुनर्यद्यपि गुरुशिष्यादिरूपेण परस्परोपग्रहं करोति तथापि पुद्गलादिपंचद्रव्याणां
किमपि न करोतीत्यकारणम्
‘‘कत्ता’’ शुद्धपारिणामिकपरमभावग्राहकेन शुद्धद्रव्यार्थिकनयेन
यद्यपि बंधमोक्षद्रव्यभावरूपपुण्यपापघटपटादीनामकर्त्ता जीवस्तथाप्यशुद्धनिश्चयेन
शुभाशुभोपयोगाभ्यां परिणतः सन् पुण्यपापबंधयोः कर्त्ता तत्फलभोक्ता च भवति
विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मद्रव्यस्य सम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपेण शुद्धोपयोगेन तु
परिणतः सन् मोक्षस्यापि कर्त्ता तत्फलभोक्ता चेति
शुभाशुभशुद्धपरिणामानां परिणमनमेव
कर्तृत्वं सर्वत्र ज्ञातव्यमिति पुद्गलादिपंचद्रव्याणां च स्वकीयस्वकीयपरिणामेन परिणमनमेव
તેમનામાં વિભાવવ્યંજનપર્યાયનો અભાવ હોવાથી તે નિત્ય છે, દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી
પણ નિત્ય છે. જીવ અને પુદ્ગલદ્રવ્ય જોકે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે, તોપણ
અગુરુલઘુગુણના પરિણમનરૂપ સ્વભાવપર્યાયની અપેક્ષાએ તથા વિભાવવ્યંજનપર્યાયની
અપેક્ષાએ અનિત્ય છે.
‘‘कारण’’ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્ય વ્યવહારનયથી જીવનાં
શરીરવાણીમનપ્રાણઉચ્છ્વાસ, ગતિ, સ્થિતિ, અવગાહન અને વર્તનારૂપ કાર્યો કરે
છે, તેથી કારણ છે. જીવદ્રવ્ય જોકે ગુરુશિષ્યાદિરૂપે પરસ્પર ઉપકાર કરે છે, તોપણ
પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોનું કાંઈ પણ કાર્ય કરતું નથી, તેથી જીવ ‘અકારણ’ છે.
‘‘कत्ता’’ શુદ્ધપારિણામિકપરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જીવ જોકે બંધ
મોક્ષ, દ્રવ્યભાવરૂપ, પુણ્યપાપ અને ઘટ - પટાદિનો અકર્તા છે; તોપણ અશુદ્ધનિશ્ચયથી
શુભ અને અશુભોપયોગરૂપ પરિણમીને પુણ્ય - પાપબંધનો કર્તા અને તેના ફળનો ભોક્તા
થાય છે; વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજ - શુદ્ધાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાન અને
અનુષ્ઠાનરૂપ શુદ્ધોપયોગે પરિણમીને મોક્ષનો પણ કર્તા અને તેના ફળનો ભોક્તા થાય
છે. સર્વત્ર જીવને શુભ, અશુભ તથા શુદ્ધ પરિણામોના પરિણમનરૂપ જ કર્તૃત્વ જાણવું.
પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોને તો પોતપોતાના પરિણામથી જે પરિણમન છે તે જ કર્તૃત્વ છે;
વાસ્તવમાં પુણ્ય
- પાપાદિરૂપે અકર્તાપણું જ છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૮૭