कर्मोदयजनितद्रव्यभावरूपैश्चतुर्भिः प्राणैर्जीवति, जीविष्यति, जीवितपूर्वो वा जीवः ।
पुद्गलादिपञ्चद्रव्याणि पुनरजीवरूपाणि । ‘‘मुत्तं’’ अमूर्त शुद्धात्मनो
विलक्षणस्पर्शरसगन्धवर्णवती मूर्त्तिरुच्यते, तत्सद्भावान्मूर्त्तः पुद्गलः । जीवद्रव्यं
पुनरनुपचरितासद्भूतव्यवहारेण मूर्त्तमपि, शुद्धनिश्चयनयेनामूर्त्तम्, धर्माधर्माकाशकालद्रव्याणि
चामूर्त्तानि । ‘‘सपदेसं’’ लोकमात्रप्रमितासंख्येयप्रदेशलक्षणं जीवद्रव्यमादिं कृत्वा पञ्चद्रव्याणि
पञ्चास्तिकायसंज्ञानि सप्रदेशानि । कालद्रव्यं पुनर्बहुप्रदेशत्वलक्षणकायत्वाभावादप्रदेशम् ।
‘‘एय’’ द्रव्यार्थिकनयेन धर्माधर्माकाशद्रव्याण्येकानि भवन्ति । जीवपुद्गलकालद्रव्याणि
पुनरनेकानि भवन्ति । ‘‘खेत्त’’ सर्वद्रव्याणामवकाशदानसामर्थ्यात् क्षेत्रमाकाशमेकम् ।
शेषपञ्चद्रव्याण्यक्षेत्राणि । ‘‘किरियाय’’ क्षेत्रात्क्षेत्रान्तरगमनरूपा परिस्पन्दवती चलनवती क्रिया
सा विद्यते ययोस्तौ क्रियावन्तौ जीवपुद्गलौ । धर्माधर्माकाशकालद्रव्याणि पुनर्निष्क्रियाणि ।
‘‘णिच्चं’’ धर्माधर्माकाशकालद्रव्याणि यद्यप्यर्थपर्यायत्वेनानित्यानि, तथापि मुख्यवृत्त्या
કર્મોદયજનિત દ્રવ્ય અને ભાવરૂપ ચાર પ્રકારના (ઇન્દ્રિય, બળ, આયુ, શ્વાસોચ્છ્વાસ)
પ્રાણોથી જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. પુદ્ગલ આદિ પાંચ દ્રવ્યો
અજીવરૂપ છે.
‘‘मुत्तं’’ અમૂર્ત શુદ્ધાત્માથી વિલક્ષણ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરૂપ મૂર્તિ કહેવાય
છે, તેના સદ્ભાવથી પુદ્ગલ મૂર્ત છે. જીવદ્રવ્ય અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી મૂર્ત છે;
પણ શુદ્ધ નિશ્ચયનયથી અમૂર્ત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્યો અમૂર્ત છે.
‘‘सपदेसं’’ લોકમાત્રપ્રમાણ અસંખ્ય પ્રદેશવાળા જીવદ્રવ્યથી માંડીને પાંચ દ્રવ્યો (જીવ,
પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ) ‘પંચાસ્તિકાય’ સંજ્ઞાવાળાં સપ્રદેશ છે. કાળદ્રવ્યને
બહુપ્રદેશ જેનું લક્ષણ છે, એવા કાયત્વનો અભાવ હોવાથી તે અપ્રદેશ છે.
‘‘एय’’ દ્રવ્યાર્થિકનયથી ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્ય એક એક છે. જીવ, પુદ્ગલ,
કાળદ્રવ્ય અનેક છે. ‘‘खेत्त’’ સર્વ દ્રવ્યોને અવકાશ આપવાનું સામર્થ્ય હોવાથી ક્ષેત્ર એક
આકાશદ્રવ્ય છે, બાકીનાં પાંચ દ્રવ્ય અક્ષેત્ર છે.
‘‘किरिया य’’ એકક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવારૂપ પરિસ્પંદરૂપ અથવા
ચાલવારૂપ ક્રિયા જેમનામાં છે, તે ક્રિયાવાન જીવ અને પુદ્ગલ – એ બે દ્રવ્યો છે. ધર્મ,
અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો નિષ્ક્રિય છે. ‘‘णिच्चं’’ ધર્મ, અધર્મ, આકાશ
અને કાળદ્રવ્ય જોકે અર્થપર્યાયવાળાં હોવાની અપેક્ષાએ અનિત્ય છે, તોપણ મુખ્યપણે
૮૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ