चूलिका
अतः परं पूर्वोक्तषड्द्रव्याणां चूलिकारूपेण विस्तरव्याख्यानं क्रियते । तद्यथा —
परिणामि जीव – मुत्तं, सपदेसं एय – खेत्त – किरिया य ।
णिच्चं कारण कत्ता, सव्वगदमिदरंहि यपवेसे ।।१।।
दुण्णि य एयं एयं, पंच त्तिय एय दुण्णि चउरो य ।
पंच य एयं एयं, एदेसं एय उत्तरं णेयं ।।२।। (युग्मम्)
व्याख्या — ‘‘परिणामि’’ इत्यादिव्याख्यानं क्रियते । ‘‘परिणामि’’ परिणामिनौ
जीवपुद्गलौ स्वभावविभावपरिणामाभ्यां कृत्वा, शेष चत्वारि द्रव्याणि
विभावव्यञ्जनपर्यायाभावान्मुख्यवृत्त्या पुनरपरिणामीनिति । ‘‘जीव’’ शुद्धनिश्चयनयेन
विशुद्धज्ञानदर्शनस्वभावं शुद्धचैतन्यं प्राणशब्देनोच्यते तेन जीवतीति जीवः । व्यवहारनयेन पुनः
હવે, પછી પૂર્વોક્ત છ દ્રવ્યોનું ચૂલિકારૂપે (ઉપસંહાર તરીકે) વિશેષ વ્યાખ્યાન કરે
છેઃ —
ચૂલિકા
ગાથાર્થઃ — છ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય પરિણામી છે, ચેતનદ્રવ્ય
એક જીવ છે, મૂર્તિક એક પુદ્ગલ છે, પ્રદેશસહિત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ તથા
આકાશ — એ પાંચ દ્રવ્યો છે, એક એક સંખ્યાવાળા ધર્મ, અધર્મ અને આકાશ — એ ત્રણ
દ્રવ્યો છે, ક્ષેત્રવાન એક આકાશ દ્રવ્ય છે, ક્રિયાસહિત જીવ અને પુદ્ગલ — એ બે દ્રવ્ય છે,
નિત્યદ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ — એ ચાર છે, કારણદ્રવ્ય પુદ્ગલ, ધર્મ, અધર્મ,
આકાશ અને કાળ — એ પાંચ છે, કર્તા એક જીવદ્રવ્ય છે, સર્વવ્યાપક દ્રવ્ય એક આકાશ
છે, (એક ક્ષેત્રાવગાહ હોવા છતાં પણ) આ છયે દ્રવ્યોને પરસ્પર પ્રવેશ નથી. એ રીતે છયે
મૂળ દ્રવ્યોના ઉત્તરગુણ જાણવા.
ટીકાઃ — ‘‘परिणामि’’ સ્વભાવ તથા વિભાવ પરિણામોથી જીવ અને પુદ્ગલ —
એ બે દ્રવ્યો પરિણામી છે. બાકીનાં ચાર દ્રવ્યો વિભાવવ્યંજનપર્યાયના અભાવની મુખ્યતાથી
અપરિણામી છે.
‘‘जीव’’ શુદ્ધનિશ્ચયનયથી વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધચૈતન્યને ‘પ્રાણ’ શબ્દથી
કહેવામાં આવે છે; તે શુદ્ધચૈતન્યરૂપ પ્રાણથી જે જીવે છે તે જીવ છે. વ્યવહારનયથી
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૮૫