दिट्ठा । सिद्धेहि अणंतगुणा सव्वेण वितीदकालेण ।।१।। ओगाढगाढणिचिदो पोग्गलकाएहिं
सव्वदो लोगो । सुहमेहिं बाहरेहिं य णंताणंतेहिं विविधेहिं ।।२।।’’ अथ मतं मूर्त्तपुद्गलानां
विभागो भेदो भवतु नास्ति विरोधः, अमूर्त्ताखण्डस्याकाशद्रव्यस्य कथं विभागकल्पनेति ?
तन्न । रागाद्युपाधिरहितस्वसंवेदनप्रत्यक्षभावनोत्पन्नसुखामृतरसास्वादतृप्तस्य मुनियुगलस्यावस्थान-
क्षेत्रमेकमनेकं वा । यद्येकं, तर्हि द्वयोरेकत्वं प्राप्नोति, न च तथा । भिन्नं चेत्तदा
निर्विभागद्रव्यस्यापि विभागकल्पनमायातं घटाकाशपटाकाशमित्यादिवदिति ।।२७।। एवं
सूत्रपञ्चकेन पञ्चास्तिकायप्रतिपादकनामा तृतीयोऽन्तराधिकारः ।।
इति श्रीनेमिचन्द्रसैद्धान्तदेवविरचिते द्रव्यसंग्रहग्रन्थे नमस्कारादिसप्तविंशतिगाथा-
भिरन्तराधिकारत्रयसमुदायेन षड्द्रव्यपञ्चास्तिकायप्रतिपादकनामा प्रथमोधिकारः
समाप्तः ।
ભૂતકાળમાં થયેલા સર્વ સિદ્ધોથી અનંતગુણા જીવો દ્રવ્યપ્રમાણથી દેખવામાં આવ્યા૧ છે. આ
લોક સર્વ તરફથી વિવિધ તથા અનંતાનંત સૂક્ષ્મ અને બાદર પુદ્ગલોથી ખીચોખીચ
ભર્યો૨ છે. ૨.
શંકાઃ — મૂર્ત એવાં પુદ્ગલોમાં ભેદ હો, એમાં વિરોધ નથી; પરંતુ અમૂર્ત અને
અખંડ આકાશદ્રવ્યમાં ભેદકલ્પના કેવી રીતે હોઈ શકે? સમાધાનઃ — તે શંકા યોગ્ય નથી.
રાગાદિ ઉપાધિરહિત, સ્વસંવેદનપ્રત્યક્ષભાવનાથી ઉત્પન્ન સુખામૃતના રસાસ્વાદથી તૃપ્ત બે
મુનિઓને રહેવાનું ક્ષેત્ર એક છે કે અનેક (બે) છે? જો બન્નેને રહેવાનું ક્ષેત્ર એક હોય
તો બન્નેનું એકપણું થાય; પણ એમ તો છે નહિ. અને જો કહો કે બન્નેનું નિવાસક્ષેત્ર જુદું
છે, તો નિર્વિભાગ એવા આકાશદ્રવ્યમાં પણ ઘટાકાશ, પટાકાશ ઇત્યાદિની જેમ
વિભાગકલ્પના સિદ્ધ થઈ. ૨૭.
આ રીતે પાંચ સૂત્રોથી પંચાસ્તિકાયનું પ્રતિપાદન કરનારો ત્રીજો અંતરાધિકાર પૂરો
થયો.
એ રીતે શ્રી નેમિચન્દ્રસિદ્ધાન્તિદેવ રચિત દ્રવ્યસંગ્રહ ગ્રંથમાં નમસ્કારાદિ સત્તાવીસ
ગાથાઓ દ્વારા ત્રણ અંતરાધિકારો વડે છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું પ્રતિપાદન કરનાર પ્રથમ
અધિકાર સમાપ્ત થયો.
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૯૫.
૨. પંચાસ્તિકાય ગાથા ૧૬૪
૮૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ