अथ प्रदेशलक्षणमुपलक्षयति : —
जावदियं आयासं अविभागीपुग्गलाणुउट्टद्धं ।
तं खु पदेसं जाणे सव्वाणुट्ठाणदाणरिहं ।।२७।।
यावतिकं आकाशं अविभागिपुद्गलाण्ववष्टब्धम् ।
तं खलु प्रदेशं जानीहि सर्व्वाणुस्थानदानार्हम् ।।२७।।
व्याख्या — ‘‘जावदियं आयासं अविभागीपुग्गलाणुउट्टद्धं तं खु पदेसं जाणे’
यावत्प्रमाणमाकाशमविभागिपुद्गलपरमाणुना विष्टब्धं व्याप्तं तदाकाशं खु स्फु टं प्रदेशं जानीहि ।
हे शिष्य ! कथंभूतं ‘‘सव्वाणुट्ठाणदाणरिहं’’ सर्वाणूनां सर्वपरमाणूनां सूक्ष्मस्कन्धानां च
स्थानदानस्यावकाशदानस्यार्हं योग्यं समर्थमिति । यत एवेत्थंभूतावगाहनशक्तिरस्त्याकाशस्य
तत एवासंख्यातप्रदेशेऽपि लोके अनन्तानन्तजीवास्तेभ्योऽप्यनन्तगुणपुद्गला अवकाशं लभन्ते ।
तथा चोक्तम्, जीवपुद्गलविषयेऽवकाशदानसामर्थ्यम् ‘‘एगणिगोदसरीरे जीवा दव्वप्पमाणदो
હવે, પ્રદેશનું લક્ષણ કહે છેઃ —
ગાથા ૨૭
ગાથાર્થઃ — જેટલું આકાશ અવિભાગી પુદ્ગલાણુથી રોકાય છે તેને સર્વ અણુઓને
સ્થાન દેવાને યોગ્ય પ્રદેશ જાણો.
ટીકાઃ — ‘‘जावदियं आयासं अविभागी पुग्गलाणुउट्टद्धं तं खु पदेसं जाणे’’ હે શિષ્ય!
જેટલું આકાશ અવિભાગી પુદ્ગલપરમાણુથી વ્યાપ્ત હોય તેટલા આકાશને સ્પષ્ટપણે પ્રદેશ
જાણ. કેવો છે તે? ‘‘सव्वाणुट्ठाणदाणरिहं’’ તે પ્રદેશ સર્વ અણુઓને – સર્વ પરમાણુઓને અને
સૂક્ષ્મસ્કંધોને – સ્થાન એટલે અવકાશ દેવાને યોગ્ય – સમર્થ છે. આકાશદ્રવ્યમાં એવી
અવગાહનશક્તિ છે, તેથી જ અસંખ્યાતપ્રદેશી લોકાકાશમાં પણ અનંતાનંત જીવો અને તેના
કરતાં પણ અનંતગુણા પુદ્ગલો સમાવેશ પામે છે. એવી રીતે જીવ અને પુદ્ગલોના સંબંધમાં
અવકાશ દેવાનું સામર્થ્ય (અન્યત્ર આ પ્રમાણે) કહ્યું છેઃ — ‘‘એક નિગોદના શરીરમાં
પુદ્ગલ – અણૂ જિતો આકાશ, રોકૈ સો પરદેશ વિકાસ;
સર્વ અણૂકૂં દે અવગાહ, શક્તિ ઐસી ધારૈ જુ અથાહ. ૨૭.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૮૩