बहुविधो भवति । तथा पुद्गलपरमाणुरपि स्वभावेनैकोऽपि शुद्धोऽपि रागद्वेष-
स्थानीयबन्धयोग्यस्निग्धरूक्षगुणाभ्यां परिणम्य द्विअणुकादिस्कन्धरूपविभावपर्यायैर्बहुविधो-
बहुप्रदेशो भवति तेन कारणेन बहुप्रदेशलक्षणकायत्वकारणत्वादुपचारेण कायो भण्यते । अथ
मतं यथा पुद्गलपरमाणोर्द्रव्यरूपेणैकस्यापि द्वयणुकादिस्कन्धपर्यायरूपेण बहुप्रदेशरूपं कायत्वं
जातं तथा कालाणोरपि द्रव्येणैकस्यापि पर्यायेण कायत्वं भवत्विति ? तत्र परिहारः —
स्निग्धरूक्षहेतुकस्य बन्धस्याभावान्न भवति । तदपि कस्मात् ? स्निग्धरूक्षत्वं पुद्गलस्यैव धर्मो
यतः कारणादिति । अणुत्वं पुद्गलसंज्ञा, कालस्याणुसंज्ञा कथमिति चेत् ? तत्रोत्तरम् —
अणुशब्देन व्यवहारेण पुद्गला उच्यन्ते निश्चयेन तु वर्णादिगुणानां पूरणगलनयोगात्पुद्गला इति
वस्तुवृत्या पुनरणुशब्दः सूक्ष्मवाचकः । तद्यथा — परमेण प्रकर्षेणाणुः । अणुः कोऽर्थः ? सूक्ष्म,
इति व्युत्पत्त्या परमाणुः । स च सूक्ष्मवाचकोऽणुशब्दो निर्विभागपुद्गलविवक्षायां पुद्गलाणुं
वदति । अविभागिकालद्रव्यविवक्षायां तु कालाणुं कथयतीत्यर्थः ।।२६।।
પુદ્ગલપરમાણુ પણ સ્વભાવથી એક અને શુદ્ધ હોવા છતાં પણ રાગ – દ્વેષસ્થાનીય
બંધયોગ્ય સ્નિગ્ધરૂક્ષગુણરૂપે પરિણમીને દ્વિ – અણુક આદિ સ્કંધરૂપ વિભાવપર્યાયરૂપે અનેક
પ્રકારે બહુપ્રદેશી થાય છે, તે કારણે ‘બહુપ્રદેશત્વ’ જેનું લક્ષણ છે તેવા કાયત્વને કારણે
ઉપચારથી ‘કાય’ કહેવાય છે.
કોઈ માને કે જેમ પુદ્ગલપરમાણુને, તે દ્રવ્યરૂપે એક હોવા છતાં, દ્વિ – અણુક આદિ
સ્કંધપર્યાયરૂપે બહુપ્રદેશરૂપ કાયત્વ છે, તેમ કાલાણુને પણ, તે દ્રવ્યથી એક હોવા છતાં પણ,
પર્યાયોથી કાયત્વ હો! તેનો પરિહાર કરવામાં આવે છેઃ — સ્નિગ્ધ - રૂક્ષત્વ જેનું કારણ છે
એવા બંધનો (કાળમાં) અભાવ હોવાથી તેમ બનતું નથી. તેમ શા માટે છે? કારણ કે
સ્નિગ્ધ - રૂક્ષપણું પુદ્ગલનો જ ધર્મ છે.
શંકાઃ — ‘અણુ’ પુદ્ગલની સંજ્ઞા છે, કાળને ‘અણુ’ સંજ્ઞા કેવી રીતે છે?
ઉત્તરઃ — ‘અણુ’ શબ્દ દ્વારા વ્યવહારનયથી પુદ્ગલોનું કથન કરવામાં આવે છે,
નિશ્ચયથી તો વર્ણાદિ ગુણોના પૂરણ અને ગલનના સંબંધથી તેઓને પુદ્ગલો કહેવામાં આવે
છે. વાસ્તવિકપણે ‘અણુ’ શબ્દ સૂક્ષ્મતાનો વાચક છે. જેમ કે, પરમપણે અર્થાત્ પ્રકૃષ્ટપણે
જે અણુ તે ‘પરમાણુ.’ ‘અણુ’ નો અર્થ શો? ‘સૂક્ષ્મ’ એ વ્યુત્પત્તિ પ્રમાણે ‘પરમાણુ’ શબ્દ
‘અતિસૂક્ષ્મ’ને કહે છે. અને તે સૂક્ષ્મતાવાચક ‘અણુ’ શબ્દ નિર્વિભાગ પુદ્ગલની વિવક્ષામાં
‘પુદ્ગલાણુ’ ને કહે છે અને અવિભાગી કાળદ્રવ્યની વિવક્ષામાં ‘કાલાણુ’ને કહે છે. ૨૬.
૮૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ