શુભ અને અશુભ કર્મોનું આવવું, તે ‘આસ્રવ’ છે. ‘बंधण’ બંધરહિત શુદ્ધાત્મતત્ત્વની
ઉપલબ્ધિરૂપ ભાવનાથી ભ્રષ્ટ૧ થયેલ જીવને કર્મના પ્રદેશો સાથે સંશ્લેષ (સંબંધ) થાય
છે, તે ‘બંધ’ છે. ‘संवर’ કર્મના આગમનને રોકવામાં સમર્થ સ્વાનુભવરૂપે પરિણમેલા
જીવને શુભાશુભ કર્મોના આગમનનો નિરોધ તે ‘સંવર’ છે. ‘णिज्जर’ શુદ્ધોપયોગની
ભાવનાના સામર્થ્યથી નીરસ થયેલાં કર્મપુદ્ગલોનું એકદેશ ખરી જવું, તે ‘નિર્જરા’ છે.
‘मोक्खो’ જીવ અને પુદ્ગલના સંશ્લેષરૂપ બંધનો નાશ કરવાને સમર્થ નિજ શુદ્ધાત્માની
ઉપલબ્ધિરૂપ પરિણામ, તે ‘મોક્ષ’ છે. ‘सपुण्णपावा जे’ જે (ઉપરોક્ત આસ્રવાદિ પદાર્થો)
પુણ્ય – પાપસહિત છે. ‘ते वि समासेण पभणामो’ જેમ પહેલાં જીવ અને અજીવ પદાર્થોનું
વ્યાખ્યાન કર્યું છે, તેમ તે આસ્રવાદિ પદાર્થોને પણ સંક્ષેપમાં કહીએ છીએ. તે કેવા
છે? ‘जीवाजीवविसेसाः’ જીવ અને અજીવના વિશેષો છે — ચૈતન્યભાવરૂપ છે, તે જીવના
વિશેષો છે અને ચૈતન્યના અભાવરૂપ છે, તે અજીવના વિશેષો છે. ‘વિશેષ’નો શો અર્થ
છે? ‘વિશેષ’ નો અર્થ પર્યાય છે. ચૈતન્યરૂપ અશુદ્ધ પરિણામો જીવના (પર્યાયો) છે,
અચેતનરૂપ કર્મપુદ્ગલના પર્યાયો છે, તે અજીવના (પર્યાયો) છે. આ રીતે અધિકાર
સૂત્રરૂપ ગાથા પૂરી થઈ. ૨૮.
कर्मागमनमास्रवः । ‘‘बंधण’’ बंधातीतशुद्धात्मतत्त्वोपलम्भभावनाच्युतजीवस्य कर्मप्रदेशैः सह
संश्लेषो बन्धः । ‘‘संवर’’ कर्मास्रवनिरोधसमर्थस्वसंवित्तिपरिणतजीवस्य शुभाशुभकर्मागमन-
संवरणं संवरः । ‘‘णिज्जर’’ शुद्धोपयोगभावनासामर्थ्येन नीरसीभूतकर्मपुद्गलानामेकदेशगलनं
निर्जरा । ‘‘मोक्खो’’ जीवपुद्गलसंश्लेषरूपबन्धस्य विघटने समर्थः स्वशुद्धात्मोपलब्धि-
परिणामो मोक्ष इति । ‘‘सपुण्णपावा जे’’ पुण्यपापसहिता ये, ‘‘ते वि समासेण पभणामो’’
यथा जीवाजीवपदार्थौ व्याख्यातौ पूर्वं तथा तानप्यास्रवादिपदार्थान् समासेण संक्षेपेण प्रभणामो
वयं; ते च कथंभूताः ? ‘‘जीवाजीवविसेसा’’ जीवाजीवविशेषाः । चैतन्यभावरूपा जीवस्य
विशेषाः । चैतन्याभावरूपा अजीवस्य विशेषाः । विशेषा इत्यस्य कोऽर्थः ? पर्यायाः । चैतन्याः
अशुद्धपरिणामा जीवस्य, अचेतनाः कर्मपुद्गलपर्याया अजीवस्येत्यर्थः । एवमधिकारसूत्रगाथा
गता ।।२८।।
૧. અહીં મુખ્યપણે મિથ્યાદ્રષ્ટિ જીવોને લીધા છે કેમકે, તેઓ ‘શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ ભાવનાથી ભ્રષ્ટ
છે.’ અશુદ્ધનિશ્ચયનયથી જે રાગાદિરૂપ ભાવબંધ છે, તે પણ શુદ્ધનિશ્ચયનયથી પુદ્ગલનો જ બંધ છે.
દ્રવ્યસંગ્રહ ગાથા ૧૬ ટીકા.
૯૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ