છે.) ‘પર’ શબ્દનો શો અર્થ છે? ‘ભાવાસ્રવથી અન્ય, ભિન્ન.’ ભાવાસ્રવના નિમિત્તે, તેલ
ચોપડેલ પદાર્થોને ધૂળ ચોંટે છે તેમ, જીવને દ્રવ્યાસ્રવ થાય છે.
શંકાઃ — ખરેખર ‘आस्रवति येन कर्म’ — ‘જેનાથી કર્મનો આસ્રવ થાય છે’ એ
પદથી જ દ્રવ્યાસ્રવની વાત આવી ગઈ, તો પછી ‘कम्मासवणं परो होदि’ – કર્માસ્રવ બીજો
હોય છે’ — એ પદથી દ્રવ્યાસ્રવનું વ્યાખ્યાન શા માટે કર્યું? સમાધાનઃ — તમારી શંકા
યોગ્ય નથી. કેમકે ‘જે પરિણામથી; શું થાય છે? કર્મનો આસ્રવ થાય છે;’ એવું જે કથન
છે તેનાથી પરિણામનું સામર્થ્ય બતાવ્યું છે, દ્રવ્યાસ્રવનું વ્યાખ્યાન કર્યું નથી. આમ, તાત્પર્ય
છે. ૨૯.
હવે, ભાવાસ્રવનું સ્વરૂપ વિશેષપણે કહે છેઃ —
ગાથા ૩૦
ગાથાર્થઃ — પહેલાના (ભાવાસ્રવના) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ અને
ક્રોધાદિ કષાય એટલા ભેદ જાણવા. તેમાંથી મિથ્યાત્વ આદિના અનુક્રમે પાંચ, પાંચ, પંદર,
ત્રણ અને ચાર ભેદ છે.
कोऽर्थः ? भावास्रवादन्यो भिन्नो । भावास्रवनिमित्तेन तैलमृक्षितानां धूलिसमागम इव द्रव्यास्रवो
भवतीति । ननु ‘‘आस्रवति येन कर्म’’ तेनैव पदेन द्रव्यास्रवो लब्धः, पुनरपि कर्मास्रवणं
परो भवतीति द्रव्यास्रवव्याख्यानं किमर्थमिति यदुक्तं त्वया ? तन्न । येन परिणामेन किं भवति
आस्रवति कर्म, तत्परिणामस्य सामर्थ्यं दर्शितं, न च द्रव्यास्रवव्याख्यानमिति भावार्थः ।।२९।।
अथ भावास्रवस्वरूपं विशेषेण कथयति : —
मिच्छत्ताविरदपमादजोगकोधादओऽथ विण्णेया ।
पण पण पणदस तिय चदु कमसो भेदा दु पुव्वस्स ।।३०।।
मिथ्यात्वाविरतिप्रमादयोगक्रोधादयः अथ विज्ञेयाः ।
पञ्च पञ्च पञ्चदश त्रयः चत्वारः क्रमशः भेदाः तु पूर्वस्य ।।३०।।
મિથ્યા અવિરત ઔ પરમાદ, યોગ કષાય તણૂં ઉન્માદ;
પાંચ – પાંચ પણદસ તિય ચ્યારિ, ભાવાસ્રવકે ભેદ કહારિ. ૩૦.
૯૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ