‘विण्णेया’ એ જાણવા જોઈએ. તેના કેટલા ભેદ છે? ‘‘पण पण पणदस तिय चदु कमसो
भेदा दु’’ મિથ્યાત્વ આદિના અનુક્રમે પાંચ, પાંચ, પંદર, ત્રણ અને ચાર ભેદ છે.
તેનો વિસ્તારઃ — (‘‘एयंतबुद्धदरसी विवरीओ बह्म तावसो विणओ । इन्दो विय संसइदो
मक्कडिओ चेव अण्णाणी ।। બૌદ્ધમત એકાન્તમિથ્યાત્વી છે. યાજ્ઞિક - બ્રહ્મ વિપરીતમિથ્યાત્વી છે,
તાપસ વિનયમિથ્યાત્વી છે, ઇન્દ્રાચાર્ય સંશયમિથ્યાત્વી છે અને મશ્કરી અજ્ઞાનમિથ્યાત્વી
છે.)’’ — એ ગાથામાં કહેલાં લક્ષણ પ્રમાણે પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે. હિંસા, અસત્ય,
ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની આકાંક્ષારૂપ અવિરતિ પણ પાંચ પ્રકારની છે, અથવા
મનસહિત પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અને પૃથ્વી આદિ છકાયની વિરાધનાના ભેદથી બાર
પ્રકારની છે. ‘‘ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, નિદ્રા એક અને સ્નેહ એક — એ
રીતે પંદર પ્રમાદ કહ્યા છે.’’ – એ ૧ગાથામાં કહ્યા પ્રમાણે પંદર પ્રમાદ છે. મન, વચન અને
કાયાના વ્યાપારના ભેદથી ત્રણ પ્રકારનો યોગ છે અથવા વિસ્તારથી પંદર પ્રકારનો યોગ
છે. ક્રોધ, માન, માયા અને લોભના ભેદથી કષાય ચાર છે; અથવા કષાય અને નોકષાયના
ભેદથી પચીસ પ્રકારના છે. આ બધા ભેદ કોના છે? ‘पुव्वस्स’ પહેલી ગાથામાં કહેલાં
ભાવાસ્રવના છે. ૩૦.
હવે, દ્રવ્યાસ્રવનું સ્વરૂપ કહે છેઃ —
‘‘विण्णेया’’ विज्ञेया ज्ञातव्याः । कतिभेदास्ते ? ‘‘पण पण पणदस तिय चदु कमसो भेदा
दु’’ पञ्चपञ्चपञ्चदशत्रिचतुर्भेदाः क्रमशो भवन्ति पुनः । तथाहि ‘‘एयंतबुद्धदरसी विवरीओ
बह्म तावसो विणओ । इन्दो विय संसइदो मक्कडिओ चेव अण्णाणी ।१।’’ इति
गाथाकथितलक्षणं पञ्चविधं मिथ्यात्वम् । हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाकाङ्क्षारूपेणाविरतिरपि
पञ्चविधा । अथवा मनःसहितपञ्चेन्द्रियप्रवृत्तिपृथिव्यादिषट्कायविराधनाभेदेन द्वादशविधा ।
‘‘विकहा तहा कसाया इन्दियणिद्दा तहेव पणयो य । चदु चदु पणमेगेगं हुंति पमादाहु
पण्णरस ।१।’’ इति गाथाकथितक्रमेण पञ्चदश प्रमादाः । मनोवचनकायव्यापारभेदेन त्रिविधो
योगः, विस्तरेण पञ्चदशभेदो वा । क्रोधमानमायालोभभेदेन कषायाश्चत्वारः,
कषायनोकषायभेदेन पञ्चविंशतिविधा वा । एते सर्वे भेदाः कस्य सम्बन्धिनः ‘‘पुव्वस्स’’
पूर्वसूत्रोदितभावास्रवस्येत्यर्थः ।।३०।।
अथ द्रव्यास्रवस्वरूपमुद्योतयति : —
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૩૪.
૧૦૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ