वन्दे ? ‘‘सव्वदा’’ सर्वकालम् । केन ? ‘‘सिरसा’’ उत्तमाङ्गेन । ‘‘तं’’ कर्म्मतापन्नं । तं
कं ? वीतरागसर्वज्ञम् । किंविशिष्टम् ? ‘‘देविंदविंदवंदं’’ मोक्षपदाभिलाषिदेवेन्द्रादिवन्द्यम्,
‘‘भवणालयचालीसा विंतरदेवाण होंति बत्तीसा, कप्पामरचउवीसा चंदो सूरो णरो
तिरिओ ।।’’ इति गाथाकथितलक्षणेन्द्राणां शतेन वन्दितं देवेन्द्रवृन्दवन्द्यम् । ‘‘जेण’’ येन
भगवता किं कृतं ? ‘‘णिद्दिट्ठं’’ निर्दिष्टं कथितं प्रतिपादितम् । किं ? ‘‘जीवमजीवं दव्वं’’
जीवाजीवद्रव्यद्वयम् । तद्यथा — सहजशुद्धचैतन्यादिलक्षणं जीवद्रव्यं, तद्विलक्षणं
पुद्गलादिपञ्चभेदमजीवद्रव्यं च, तथैव चिच्चमत्कारलक्षणशुद्धजीवास्तिकायादिपञ्चास्तिकायानां
परमचिज्ज्योतिःस्वरूपशुद्धजीवादिसप्ततत्त्वानां निर्दोषपरमात्मादिनवपदार्थानां च स्वरूपमुपदिष्टम् ।
पुनरपि कथम्भूतेन भगवता ? ‘‘जिणवरवसहेण’’ जितमिथ्यात्वरागादित्वेन एकदेशजिनाः
असंयतसम्यग्दृष्टयादयस्तेषां वराः गणधरदेवास्तेषां जिनवराणां वृषभः प्रधानो
जिनवरवृषभस्तीर्थंकरपरमदेवस्तेन जिनवरवृषभेणेति । अत्राध्यात्मशास्त्रे यद्यपि
સિદ્ધાંતિદેવ છું. કેવી રીતે નમસ્કાર કરું છું? ‘‘सव्वदा’’ સદા. શેના વડે? ‘‘सिरसा’’ ઉત્તમ
અંગ વડે. ‘‘तं’’ (વંદનક્રિયાના) કર્મપણાને પ્રાપ્ત છે તેને. તે (વંદનક્રિયાના કર્મપણાને
પ્રાપ્ત) કોણ છે? વીતરાગ સર્વજ્ઞ. તે કેવા છે? ‘‘देविंदविंदवंदं’’ મોક્ષપદના અભિલાષી
દેવેન્દ્ર આદિથી વંદ્ય છે. ૧‘‘भवणालयचालीसा विंतरदेवाण होंति बत्तीसा । कप्पामरचउवीसा
चंदो सूरो णरो तिरिओ ।।’’ (અર્થઃ — ભવનવાસીદેવોના ૪૦ ઇન્દ્ર, વ્યંતર દેવોના ૩૨
ઇન્દ્ર, કલ્પવાસી દેવોના ૨૪ ઇન્દ્ર, જ્યોતિષી દેવોના ચંદ્ર અને સૂર્ય એ ૨ ઇન્દ્ર,
મનુષ્યોનો ૧ ઇન્દ્ર ચક્રવર્તી અને તિર્યંચનો ૧ ઇન્દ્ર સિંહ — એ રીતે બધી મળીને ૧૦૦
ઇન્દ્રો છે.) — આ ગાથામાં કહેલા સો ઇન્દ્રોથી વંદ્ય છે. ‘‘जेण’’ જે ભગવાને શું કર્યું છે?
‘‘णिद्दिट्ठं’’ નિર્દિષ્ટ કરેલ છે – કહેલ છે – પ્રતિપાદિત કરેલ છે. શું? ‘‘जीवमजीवं दव्वं’’ જીવ
અને અજીવ બે દ્રવ્યો. તે આ પ્રમાણે — સહજશુદ્ધચૈતન્યાદિલક્ષણ જીવદ્રવ્ય અને તેનાથી
વિલક્ષણ, પુદ્ગલાદિ પાંચ ભેદવાળું અજીવદ્રવ્ય. તેમ જ ચિત્ચમત્કારલક્ષણ
શુદ્ધજીવાસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયોનું, પરમચિત્જ્યોતિસ્વરૂપ શુદ્ધજીવાદિ સાત તત્ત્વોનું
અને નિર્દોષ પરમાત્માદિ નવ પદાર્થોનું સ્વરૂપ ઉપદેશ્યું છે. વળી તે ભગવાન કેવા છે?
‘‘जिनवरवसहेण’’ મિથ્યાત્વ અને રાગાદિ જીત્યા હોવાના કારણે અસંયત – સમ્યગ્દ્રષ્ટિ આદિ
એકદેશ જિનો છે, તેમાં જે વર અર્થાત્ શ્રેષ્ઠ છે તે ગણધરદેવો છે, તે જિનવરોનાં
(ગણધરોના) પણ જે વૃષભ અર્થાત્ પ્રધાન છે તે જિનવરવૃષભ અર્થાત્ તીર્થંકર – પરમદેવ
૧. આ ગાથા શ્રી આરાધનાસાર ગાથા ૧ની ટીકામાં છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૫