सिद्धपरमेष्ठिनमस्कार उचितस्तथापि व्यवहारनयमाश्रित्य प्रत्युपकारस्मरणार्थ-
मर्हत्परमेष्ठिनमस्कार एव कृतः । तथा चोक्तं — ‘‘श्रेयोमार्गस्य संसिद्धिः प्रसादात्परमेष्ठिनः ।
इत्याहुस्तद्गुणस्तोत्रं शास्त्रादौ मुनिपुङ्गवाः ।।’’ अत्र गाथापरार्धेन — ‘‘नास्तिकत्वपरिहारः
शिष्टाचारप्रपालनम् । पुण्यावाप्तिश्च निर्विघ्नं शास्त्रादौ तेन संस्तुतिः ।।’’ इति
श्लोककथितफलचतुष्टयं समीक्षमाणा ग्रन्थकाराः शास्त्रादौ त्रिधा देवतायै त्रिधा नमस्कारं
कुर्वन्ति । त्रिधा देवता कथ्यते । केन प्रकारेण ? इष्टाधिकृताभिमतभेदेन । इष्टः स्वकीयपूज्यः
(१) । अधिकृतः — ग्रन्थस्यादौ प्रकरणस्य वा नमस्करणीयत्वेन विवक्षितः (२) ।
अभिमतः — सर्वेषां लोकानां विवादं विना सम्मतः (३) । इत्यादिमङ्गलव्याख्यानं सूचितम् ।
છે. (તે જિનવરવૃષભ દ્વારા કહેવામાં આવ્યું છે.)
અહીં અધ્યાત્મશાસ્ત્રમાં જોકે સિદ્ધપરમેષ્ઠીને નમસ્કાર કરવો યોગ્ય છે તોપણ
વ્યવહારનયનો આશ્રય લઈને ઉપકારસ્મરણ કરવાને માટે અર્હત્ – પરમેષ્ઠીને જ
નમસ્કાર કર્યો છે. વળી કહ્યું પણ છે કે — ૧‘‘અર્હત્ પરમેષ્ઠીના પ્રસાદથી મોક્ષમાર્ગની
સિદ્ધિ થાય છે, તેથી મુનિવરોએ શાસ્ત્રના આદિમાં અર્હત્ – પરમેષ્ઠીના ગુણોની સ્તુતિ
કરી છે.’’
અહીં ગાથાના ઉત્તરાર્ધથી ૨‘‘नास्तिकत्वपरिहारः शिष्टाचारप्रपालनम् । पुण्यावाप्तिश्च
निर्विघ्नं शास्त्रादौ तेन संस्तुतिः ।। ।।’’ [અર્થઃ — નાસ્તિકતાનો ત્યાગ, શિષ્ટાચારનું
પાલન, પુણ્યની પ્રાપ્તિ અને વિઘ્નવિનાશ — આ ચાર લાભ માટે શાસ્ત્રના આરંભમાં
ઇષ્ટદેવની સ્તુતિ કરવામાં આવે છે.] આ શ્લોકમાં કહેલાં ચાર ફળો જાણતા થકા
શાસ્ત્રકાર શાસ્ત્રના આરંભમાં ત્રણ પ્રકારના દેવને ત્રણ પ્રકારે નમસ્કાર કરે છે.
ત્રણ પ્રકારે દેવનું કથન કરવામાં આવે છે. કઈ રીતે? ઇષ્ટ, અધિકૃત અને
અભિમત — એ ત્રણ ભેદથી. (૧) ઇષ્ટ — પોતાના દ્વારા પૂજ્ય તે ઇષ્ટ. (૨)
અધિકૃત — ગ્રન્થ કે પ્રકરણની શરૂઆતમાં નમસ્કાર માટે જે વિવક્ષિત હોય તે. (૩)
અભિમત — સર્વે લોકોને વિવાદ વિના જે માન્ય હોય તે.
આ રીતે મંગલનું વ્યાખ્યાન કર્યું.
૧. આપ્તપરીક્ષા શ્લોક ૨
૨. શ્રી પંચાસ્તિકાય ગાથા ૧ની તાત્પર્યવૃત્તિ ટીકામાં આધારરૂપે શ્રી જયસેનાચાર્યે લીધેલ છે.
૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ