मङ्गलमित्युपलक्षणम् । उक्तं च — ‘‘मंगलणिमित्तहेउं परिमाणं णाम तह य कत्तारं । वागरिय
छप्पि पच्छा वक्खाणउ सत्थमायरिओ ।।’’ ‘‘वक्खाणउ’’ व्याख्यातु, स कः ? ‘‘आयरिओ’’
आचार्यः । कं ? ‘‘सत्थं’’ शास्त्रं । ‘‘पच्छा’’ पश्चात् । किं कृत्वा पूर्वं ? ‘‘वागरिय’’
व्याकृत्य व्याख्याय । कान् ? ‘‘छप्पि’’ षडप्यधिकारान् । कथंभूतान् ? ‘‘मंगलणिमित्तहेउं
परिमाणं णाम तह य कत्तारं’’ मङ्गलं निमित्तं हेतुं परिमाणं नाम कर्तृसंज्ञामिति । इति
गाथाकथितक्रमेण मङ्गलाद्यधिकारषटकमपि ज्ञातव्यम् । गाथापूर्वार्धेन तु सम्बन्धाभिधेय-
प्रयोजनानि सूचितानि । कथमिति चेत् — विशुद्धज्ञानदर्शनस्वभावपरमात्मस्वरूपादिविवरणरूपो
वृत्तिग्रन्थो व्याख्यानम् । व्याख्ययेयं तु तत्प्रतिपादकसूत्रम् । इति व्याख्यानव्याख्येयसम्बन्धो
विज्ञेयः । यदेव व्याख्येयसूत्रमुक्तं तदेवाभिधानं वाचकं प्रतिपादकं भण्यते, अनन्तज्ञानाद्यनन्त-
અહીં મંગલ એ ઉપલક્ષણ-પદ છે. કહ્યું છે કે —
१‘‘मंगलणिमित्तहेउं परिमाणं णाम तह य कत्तारं ।
वागरिय छप्पि पच्छा वक्खाणउ सत्थमायरिओ ।।’’
[અર્થઃ — મંગલાચરણ, (શાસ્ત્ર બનાવવાનું) નિમિત્તકારણ, પ્રયોજન, પરિમાણ, નામ
અને કર્તા — એ છ અધિકારોની વ્યાખ્યા કરીને પછી આચાર્યે શાસ્ત્રનું વ્યાખ્યાન કરવું.]
‘‘वक्खाणउ’’ વ્યાખ્યાન કરવું. કોણે? ‘‘आयरिओ’’ આચાર્યે. કોનું? ‘‘सत्थं’’ શાસ્ત્રનું.
‘‘पच्छा’’ પછી. પહેલાં શું કરીને? ‘‘वागरिय’’ વ્યાખ્યા કરીને. કોની? ‘‘छप्पि’’ છ
અધિકારોની. ક્યા? ‘‘मङ्गलणिमित्तहेउं परिमाणं णाम तह य कत्तारं’’ મંગલ, નિમિત્ત, હેતુ,
પરિમાણ, નામ અને કર્તા. — એ રીતે ગાથામાં કહ્યા પ્રમાણે મંગલ આદિ છ અધિકાર પણ
જાણવા.
ગાથાના પૂર્વાર્ધથી સંબંધ, અભિધેય અને પ્રયોજન સૂચવ્યાં છે. કેવી રીતે? વિશુદ્ધ
જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા પરમાત્માના સ્વરૂપાદિના વિવરણરૂપ જે વૃત્તિગ્રંથ તે
વ્યાખ્યાન છે અને તેનું પ્રતિપાદન કરનાર જે ગાથાસૂત્ર તે વ્યાખ્યેય છે. એ રીતે વ્યાખ્યાન –
વ્યાખ્યેયરૂપ સંબંધ જાણવો. જે વ્યાખ્યા કરવા યોગ્ય સૂત્ર છે તે જ અભિધાન – વાચક –
પ્રતિપાદક કહેવાય છે; અનંતજ્ઞાનાદિ અનંતગુણોના આધારરૂપ પરમાત્મા આદિનો સ્વભાવ
તે અભિધેય – વાચ્ય – પ્રતિપાદ્ય છે. એ રીતે અભિધાન – અભિધેયનું સ્વરૂપ જાણવું. વ્યવહારથી
૧. ષટ્ખંડાગમ ૧-૭, પંચાસ્તિકાય ગાથા – ૧, તાત્પર્યવૃત્તિ ટીકા શ્રી જયસેનાચાર્યકૃત, તિલોયપણ્ણતિ
શ્લોક ૧-૭
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૭