गुणाधारपरमात्मादिस्वभावोऽभिधेयो वाच्यः प्रतिपाद्यः । इत्यभिधानाभिधेयस्वरूपं बोधव्यम् ।
प्रयोजनं तु व्यवहारेण षड्द्रव्यादिपरिज्ञानम्, निश्चयेन निजनिरञ्जनशुद्धात्मसंवित्तिसमुत्पन्न-
निर्विकारपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादरूपं स्वसंवेदनज्ञानम् । परमनिश्चयेन पुनस्तत्फल-
रूपा केवलज्ञानाद्यनन्तगुणाविनाभूता निजात्मोपादानसिद्धानन्तसुखावाप्तिरिति । एवं
नमस्कारगाथा व्याख्याता ।
अथ नमस्कारगाथायां प्रथमं यदुक्तं जीवद्रव्यं तत्सम्बन्धे नवाधिकारान् संक्षेपेण
सूचयामीति अभिप्रायं मनसि सम्प्रधार्य कथनसूत्रमिति निरूपयति —
जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो ।
भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोड्ढगई ।।२।।
जीवः उपयोगमयः अमूर्तिः कर्त्ता स्वदेहपरिमाणः ।
भोक्ता संसारस्थः सिद्धः सः विस्रसा ऊर्ध्वगतिः ।।२।।
છ દ્રવ્યાદિનું પરિજ્ઞાન તે આ ગ્રન્થનું પ્રયોજન છે; નિશ્ચયથી નિજ-નિરંજન-શુદ્ધાત્મસંવિત્તિથી
ઉત્પન્ન નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદરૂપ
સ્વસંવેદનજ્ઞાન તે આ ગ્રંથનું પ્રયોજન છે. પરમનિશ્ચયથી તે સ્વસંવેદનજ્ઞાનના ફળરૂપ,
કેવળજ્ઞાનાદિ અનંતગુણ સાથે અવિનાભાવી, નિજાત્મઉપાદાનસિદ્ધ અનંત સુખની પ્રાપ્તિ તે
આ ગ્રંથનું પ્રયોજન છે.
એ રીતે નમસ્કાર ગાથાનું વ્યાખ્યાન કર્યું. ૧.
હવે નમસ્કાર – ગાથામાં જે જીવદ્રવ્ય કહેવામાં આવ્યું તે જીવદ્રવ્યના સંબંધમાં હું નવ
અધિકારો સંક્ષેપથી સૂચવીશ, એવો અભિપ્રાય મનમાં રાખીને (નવ અધિકારોનું) કથન
કરનાર સૂત્રનું (શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવ) નિરૂપણ કરે છેઃ —
ગાથા – ૨
ગાથાર્થઃ — જે જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, સ્વદેહપ્રમાણ છે,
જીવ મયી ઉપયોગ અમૂર્ત, કર્તા દેહમાન હૈ પૂર્ત્ત;
ભોક્તા સંસારી અર સિદ્ધ, ઊર્ધ્વગમન નવ કથન પ્રસિદ્ધ. ૨.
૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ