Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 272
PDF/HTML Page 21 of 284

 

background image
व्याख्या‘‘जीवो’’ शुद्धनिश्चयनयेनादिमध्यान्तवर्जितस्वपरप्रकाशकाविनश्वर-
निरुपाधिशुद्धचैतन्यलक्षणनिश्चयप्राणेन यद्यपि जीवति, तथाप्यशुद्धनयेनानादिकर्मबन्ध-
वशादशुद्धद्रव्यभावप्राणैर्जीवतीति जीवः
‘‘उवओगमओ’’ शुद्धद्रव्यार्थिकनयेन यद्यपि
सकलविमलकेवलज्ञानदर्शनोपयोगमयस्तथाप्यशुद्धनयेन क्षायोपशमिकज्ञानदर्शननिर्वृत्तत्वात्
ज्ञानदर्शनोपयोगमयो भवति
‘‘अमुत्ति’’ यद्यपि व्यवहारेण मूर्त्तकर्म्माधीनत्वेन
स्पर्शरसगन्धवर्णवत्या मूर्त्या सहितत्वान्मूर्त्तस्तथापि परमार्थेनामूर्त्तातीन्द्रियशुद्धबुद्धैक-
स्वभावत्वादमूर्त्तः
‘‘कत्ता’’ यद्यपि भूतार्थनयेन निष्क्रियटङ्कोत्कीर्णज्ञायकैकस्वभावोऽयं
जीवः तथाप्यभूतार्थनयेन मनोवचनकायव्यापारोत्पादककर्मसहितत्वेन शुभाशुभकर्म्म-
कर्तृत्वात् कर्त्ता
‘‘सदेहपरिमाणो’’ यद्यपि निश्चयेन सहजशुद्धलोकाकाशप्रमितासंख्येय-
प्रदेशस्तथापि व्यवहारेणानादिकर्म्मबन्धाधीनत्वेन शरीरनामकर्मोदयजनितोपसंहारविस्तारा-
धीनत्वात् घटादिभाजनस्थप्रदीपवत् स्वदेहपरिमाणः
‘‘भोत्ता’ यद्यपि शुद्धद्रव्यार्थिक-
ભોક્તા છે, સંસારસ્થ છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે તે જીવ છે. ૨
ટીકાઃ‘‘जीवो’’ આ જીવ જોકે શુદ્ધનિશ્ચયનયથી આદિમધ્યઅંતરહિત,
સ્વપરપ્રકાશક, અવિનાશી, નિરુપાધિ શુદ્ધ ચૈતન્ય જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવા
નિશ્ચયપ્રાણથી જીવે છે તોપણ અશુદ્ધનયથી અનાદિકર્મબંધના વશે અશુદ્ધ દ્રવ્યપ્રાણો અને
ભાવપ્રાણોથી જીવે છે, તેથી તે ‘જીવ’ છે.
‘‘उवओगमओ’’ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોકે સકળવિમળ (સર્વથા નિર્મળ)
કેવળજ્ઞાનદર્શનરૂપ ‘ઉપયોગમય’ છે તોપણ અશુદ્ધનયથી ક્ષાયોપશમિક જ્ઞાન અને દર્શનથી
રચાયેલો હોવાથી જ્ઞાનદર્શનરૂપ ‘ઉપયોગમય’ છે
‘‘अमुत्ति’’ જોકે વ્યવહારથી મૂર્તકર્મને આધીનપણે સ્પર્શ-રસ-ગંધ-વર્ણરૂપ મૂર્તપણા
સહિત છે, તેથી તે મૂર્ત છે તોપણ પરમાર્થે અમૂર્તઅતીન્દ્રિયશુદ્ધબુદ્ધએક સ્વભાવવાળો
હોવાથી ‘અમૂર્ત’ છે.
‘‘क त्ता’’ જોકે આ જીવ ભૂતાર્થનયથી નિષ્ક્રિયટંકોત્કીર્ણજ્ઞાયકએક સ્વભાવવાળો
છે તોપણ અભૂતાર્થનયથી મન-વચન-કાયાના વ્યાપારને ઉત્પન્ન કરનાર કર્મ સહિત હોવાથી,
શુભાશુભકર્મનો કર્તા હોવાથી ‘કર્તા’ છે.
‘‘सदेहपरिमाणो’’ જોકે નિશ્ચયથી સહજશુદ્ધ લોકાકાશપ્રમાણ અસંખ્યપ્રદેશી છે તોપણ
વ્યવહારથી, અનાદિ કર્મબંધને આધીનપણે શરીરનામકર્મના ઉદયથી ઉત્પન્ન સંકોચ
વિસ્તારના આધીનપણાને લીધે, ઘટાદિ પાત્રમાં રહેલ દીવાની પેઠે ‘સ્વદેહપ્રમાણ’ છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૯
2