नयेन रागादिविकल्पोपाधिरहितस्वात्मोत्थसुखामृतभोक्ता, तथाप्यशुद्धनयेन तथाविधसुखा-
मृतभोजनाभावाच्छुभाशुभकर्मजनितसुखदुःखभोक्तृत्वाद्भोक्ता । ‘‘संसारत्थो’’ यद्यपि
शुद्धनिश्चयनयेन निःसंसारनित्यानन्दैकस्वभावस्तथाप्यशुद्धनयेन द्रव्यक्षेत्रकालभवभावपञ्च-
प्रकारसंसारे तिष्ठतीति संसारस्थः । ‘‘सिद्धो’’ व्यवहारेण स्वात्मोपलब्धिलक्षणसिद्धत्व-
प्रतिपक्षभूतकर्मोदयेन यद्यप्यसिद्धस्तथापि निश्चयनयेनानन्तज्ञानानन्तगुणस्वभावत्वात्
सिद्धः । ‘‘सो’’ स एवंगुणविशिष्टो जीवः । ‘‘विस्ससोड्ढगई’’ यद्यपि व्यवहारेण चतुर्गति-
जनककर्मोदयवशेनोर्ध्वाधस्तिर्यग्गतिस्वभावस्तथापि निश्चयेन केवलज्ञानाद्यनन्तगुणावाप्ति-
लक्षणमोक्षगमनकाले विस्रसा स्वभावेनोर्ध्वगतिश्चेति । अत्र पदखण्डनारूपेण शब्दार्थः कथितः,
शुद्धाशुद्धनयद्वयविभागेन नयार्थोऽप्युक्तः । इदानीं मतार्थः कथ्यते । जीवसिद्धिश्चार्वाकं प्रति,
ज्ञानदर्शनोपयोगलक्षणं नैयायिकं प्रति, अमूर्तजीवस्थापनं भट्टचार्वाकद्वयं प्रति,
‘‘भोत्ता’’ જોકે (આ જીવ) શુદ્ધદ્રવ્યાર્થિકનયથી રાગાદિવિકલ્પઉપાધિરહિત,
પોતાના આત્માથી ઉત્પન્ન સુખામૃતનો ભોક્તા છે તોપણ અશુદ્ધનયથી તે પ્રકારના
સુખામૃતભોજનનો અભાવ હોવાથી શુભાશુભકર્મથી ઉત્પન્ન સુખદુઃખને ભોગવતો
હોવાથી ‘ભોક્તા’ છે.
‘‘संसारत्थो’’ જોકે (આ જીવ) શુદ્ધનિશ્ચયનયથી નિઃસંસાર – નિત્યાનંદ –
એકસ્વભાવવાળો છે તોપણ અશુદ્ધનયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પાંચ
પ્રકારના સંસારમાં રહે છે, તેથી ‘સંસારસ્થ’ છે.
‘‘सिद्धो’’ જોકે (આ જીવ) વ્યવહારથી, નિજાત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ
(સ્વરૂપ) છે એવા સિદ્ધત્વના પ્રતિપક્ષભૂત કર્મોદયથી અસિદ્ધ છે તોપણ નિશ્ચયનયથી
અનંતજ્ઞાનાદિ અનંતગુણરૂપ સ્વભાવવાળો હોવાથી ‘સિદ્ધ’ છે.
‘‘सो’’ તે — આ પ્રકારના ગુણો — વાળો જીવ છે. ‘‘विस्ससोड्ढगई’’ જોકે (આ
જીવ) વ્યવહારથી ચાર ગતિ ઉત્પન્ન કરનાર કર્મોદયને વશે ઊર્ધ્વ, અધો અને તિર્યક્
ગતિરૂપ સ્વભાવવાળો છે તો પણ નિશ્ચયથી કેવળજ્ઞાનાદિ અનંતગુણની પ્રાપ્તિ જેનું
લક્ષણ છે, એવા મોક્ષગમનસમયે ‘વિસ્રસા – સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર’ છે.
અહીં પદખંડનારૂપ શબ્દાર્થ કહ્યો અને શુદ્ધ અને અશુદ્ધ — બે નયોના વિભાગથી
નયાર્થ પણ કહ્યો. હવે મતાર્થ કહેવામાં આવે છેઃ —
જીવની સિદ્ધિ ચાર્વાક પ્રત્યે છે, (જીવનું) જ્ઞાનદર્શન-ઉપયોગરૂપ લક્ષણ નૈયાયિક પ્રત્યે
૧૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ