Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 3 : Jeevanu Swaroop.

< Previous Page   Next Page >


Page 11 of 272
PDF/HTML Page 23 of 284

 

background image
कर्मकर्तृस्थापनं सांख्यं प्रति, स्वदेहप्रमितिस्थापनं नैयायिकमीमांसकसांरन्यत्रयं प्रति,
कर्मभोक्तृत्वव्याख्यानं बौद्धं प्रति, संसारस्थव्याख्यानं सदाशिवं प्रति, सिद्धित्वव्याख्यानं
भट्टचार्वाकद्वयं प्रति, ऊर्ध्वगतिस्वभावकथनं मांडलिकग्रन्थकारं प्रति, इति मतार्थो ज्ञातव्यः
आगमार्थः पुनः ‘‘अस्त्यात्मानादिबद्धः’’इत्यादि प्रसिद्ध एव शुद्धनयाश्रितं
जीवस्वरूपमुपादेयम् शेषं च हेयम् इति हेयोपादेयरूपेण भावार्थोऽप्यवबोद्धव्यः एवं
शब्दनयमतागमभावार्थो यथासम्भवं व्याख्यानकाले सर्वत्र ज्ञातव्यः इति
जीवादिनवाधिकारसूचनसूत्रगाथा ।।।।
अतः परं द्वादशगाथाभिर्नवाधिकारान् विवृणोति तत्रादौ जीवस्वरूपं कथयति :
तिक्काले चदुपाणा इंदियबलमाउआणपाणो य
ववहारा सो जीवो णिच्छयणयदो दु चेदणा जस्स ।।।।
છે, જીવના અમૂર્તપણાનું સ્થાપન ભટ્ટ અને ચાર્વાક એ બે પ્રત્યે છે. ‘જીવ કર્મનો કર્તા છે’
એ સ્થાપન સાંખ્ય પ્રત્યે છે, ‘જીવ સ્વદેહપ્રમાણ છે’ એ સ્થાપન નૈયાયિક, મીમાંસક અને
સાંખ્ય
એ ત્રણ પ્રત્યે છે, ‘જીવ કર્મનો ભોક્તા છે’ એ વ્યાખ્યાન બૌદ્ધ પ્રત્યે છે, જીવના
સંસારસ્થપણાનું વ્યાખ્યાન સદાશિવ પ્રત્યે છે. જીવના સિદ્ધત્વનું વ્યાખ્યાન ભટ્ટ અને
ચાર્વાક
એ બે પ્રત્યે છે, જીવના ઊર્ધ્વગમનસ્વભાવનું વ્યાખ્યાન માંડલિક ગ્રંથકાર પ્રત્યે
છે. આ રીતે મતાર્થ જાણવો.
‘આત્મા અનાદિથી બંધાયેલો છે’ ઇત્યાદિ આગમાર્થ તો પ્રસિદ્ધ જ છે.
‘શુદ્ધનયાશ્રિત જીવસ્વરૂપ ઉપાદેય છે અને બીજું બધું હેય છે’
એમ હેય-
ઉપાદેયરૂપે ભાવાર્થ પણ જાણવો.
આ રીતે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યથાસંભવ વ્યાખ્યાનકાળે
સર્વત્ર જાણવા.
આ રીતે જીવાદિ નવ અધિકારોનું સૂચન કરનારી આ સૂત્રગાથા છે. ૨.
હવે, બાર ગાથાઓ દ્વારા નવ અધિકારોનું વિવરણ કરે છે. તેમાં પ્રથમ જીવનું
સ્વરૂપ કહે છેઃ
તીન કાલમેં જીવન જાસ, ઇન્દ્રિય બલ આયુષ ઉચ્છાસ;
ચ્યારિ પ્રાણ વ્યવહારૈં જીવ, નિશ્ચયનય ચેતના સદીવ. ૩.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૧૧