जीवः । एवं ‘‘वच्छरक्खभवसारिच्छ, सग्गणिरयपियराय । चुल्लयहंडिय पुण मडउ णव
दिट्ठंता जाय ।।१।।’’ इति दोहककथितनवदृष्टान्तैश्चार्वाकमतानुसारिशिष्यसंबोधनार्थं
जीवसिद्धिव्याख्यानेन गाथा गता । अथ अध्यात्मभाषया नयलक्षणं कथ्यते । सर्वे जीवाः
शुद्धबुद्धैकस्वभावाः इति शुद्धनिश्चयनयलक्षणम् । रागादय एव जीवाः
इत्यशुद्धनिश्चयनयलक्षणम् । गुणगुणिनोरभेदोऽपि भेदोपचार इति सद्भूतव्यवहारलक्षणम् ।
भेदेऽपि सत्यभेदोपचार इत्यसद्भूतव्यवहारलक्षणं चेति । तथाहि — जीवस्य केवलज्ञानादयो गुणा
इत्यनुपचरितसंज्ञशुद्धसद्भूतव्यवहारलक्षणम् । जीवस्य मतिज्ञानादयो विभावगुणा
તેથી ‘‘वच्छरक्खभवसारिच्छ सग्गणिरयपियराय । चुल्लयहंडिय पुण मडउ णव दिट्ठंता जाय ।।’’
( ૧. वत्स — જન્મ લેતાં જ વાછરડું, પૂર્વજન્મના સંસ્કારથી, શીખવ્યા વિના પોતાની મેળે
માતાનું સ્તનપાન કરવા લાગે છે. ૨. अक्षर — અક્ષરોનું ઉચ્ચારણ જીવ જાણકારીની સાથે
આવશ્યકતા પ્રમાણે કરે છે. જડપદાર્થોમાં આ વિશેષતા હોતી નથી. ૩. भव — જો આત્મા
એક સ્થાયી પદાર્થ ન હોય તો જન્મ – મરણ કોનાં થાય? ૪. सादृश्य — આહાર, પરિગ્રહ,
ભય, મૈથુન, હર્ષ, વિષાદ આદિ બધા જીવોમાં એકસરખાં દેખાય છે. ૫ – ૬. स्वर्ग – नरक —
જીવ જો સ્વતંત્ર પદાર્થ ન હોય તો સ્વર્ગ – નરકમાં જવાનું કોને સિદ્ધ થશે? ૭. पितर —
અનેક મનુષ્ય મરીને ભૂત વગેરે થાય છે અને પોતાનાં સ્ત્રી, પુત્રાદિને પોતાના આગલા
ભવની હકીકત જણાવે છે. ૮. चूल्हा – हंडी — જીવ જો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને
આકાશ — એ પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થતો હોય તો દાળ બનાવતી વખતે ચૂલા ઉપર
મૂકેલ હાંડીમાં પાંચે મહાભૂતોનો સમાગમ થવાને લીધે ત્યાં પણ જીવ ઉત્પન્ન થવો જોઈએ;
પરંતુ એમ બનતું નથી. ૯. मृतक — મડદામાં પાંચે પદાર્થો હોય છે પણ તેમાં જીવનાં
જ્ઞાનાદિ હોતાં નથી. આ રીતે જીવ એક જુદો સ્વતંત્ર પદાર્થ સિદ્ધ થાય છે. ) — આ
દોહરામાં કહેલાં નવ દ્રષ્ટાન્તો વડે, ચાર્વાકમતાનુસારી શિષ્યને સમજાવવા માટે જીવની
સિદ્ધિના વ્યાખ્યાનથી આ ગાથા પૂરી થઈ.
હવે અધ્યાત્મભાષાથી નયોનાં લક્ષણ કહે છેઃ ‘સર્વે જીવો શુદ્ધ – બુદ્ધ – એક
સ્વભાવવાળા છે’ એ શુદ્ધનિશ્ચયનયનું લક્ષણ છે. ‘રાગાદિ જ જીવ છે’ એ અશુદ્ધનિશ્ચયનયનું
લક્ષણ છે. ગુણ અને ગુણી અભેદ હોવા છતાં પણ ભેદનો ઉપચાર કરવો તે
સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે; અને ભેદ હોવા છતાં પણ અભેદનો ઉપચાર કરવો એ
અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. તે આ પ્રમાણે — ‘જીવને કેવળજ્ઞાનાદિ ગુણો છે’ એ
અનુપચરિત શુદ્ધ સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. ‘જીવને મતિજ્ઞાનાદિ વિભાવગુણો છે’ એ
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૧૩