इत्युपचरितसंज्ञाशुद्धसद्भूतव्यवहारलक्षणम् । ‘मदीयो देहमित्यादि’ संश्लेषसंबन्धसहितपदार्थः
पुनरनुपचरितसंज्ञासद्भूतव्यवहारलक्षणम् । यत्र तु संश्लेषसंबन्धो नास्ति तत्र ‘मदीयः पुत्र
इत्यादि’ उपचरिताभिधानासद्भूतव्यवहारलक्षणमिति नयचक्रमूलभूतं संक्षेपेण नयषटकं ज्ञातव्य
मिति ।।३।।
अथ गाथात्रयपर्यन्तं ज्ञानदर्शनोपयोगद्वयं कथ्यते । तत्र प्रथमगाथायां मुख्यवृत्त्या
दर्शनोपयोगव्याख्यानं करोति । यत्र मुख्यत्वमिति वदति तत्र यथासम्भवमन्यदपि विवक्षितं
लभ्यत इति ज्ञातव्यम् —
उवओगो दुवियप्पो दंसणणाणं च दंसणं चदुधा ।
चक्खु अचक्खू ओही दंसणमध केवलं णेयं ।।४।।
उपयोगः द्विविकल्पः दर्शनं ज्ञानं च दर्शनं चतुर्धा ।
चक्षुः अचक्षुः अवधिः दर्शनं अथ केवलं ज्ञेयम् ।।४।।
ઉપચરિત અશુદ્ધ સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. સંશ્લેષસંબંધવાળા પદાર્થ ‘શરીરાદિ મારા
છે’ એ અનુપચરિત અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. જ્યાં સંશ્લેષસંબંધ નથી એવા ‘પુત્રાદિ
મારા છે’ તે ઉપચરિત અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. એ પ્રમાણે નયચક્રના મૂળભૂત છ
નયો સંક્ષેપમાં જાણવા. ૩.
હવે, ત્રણ ગાથા સુધી જ્ઞાન અને દર્શન એ બે ઉપયોગનું કથન કરવામાં આવે છે.
ત્યાં પ્રથમ ગાથામાં મુખ્યપણે દર્શન-ઉપયોગની વ્યાખ્યા કરે છે. જ્યાં અમુક વિષયનું
‘મુખ્યતાથી’ વર્ણન કરવાનું કહ્યું હોય ત્યાં ગૌણપણે બીજા વિષયનું પણ યથાસંભવ કથન
આવી જાય છે, એમ જાણવુંઃ —
ગાથા – ૪
ગાથાર્થઃ — ઉપયોગ બે પ્રકારનો છેઃ દર્શન અને જ્ઞાન. તેમાં દર્શનોપયોગ
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન — એમ ચાર પ્રકારનો જાણવો.
દોય ભેદ ઉપયોગ ઉદાર, દર્શન જ્ઞાન ધરૈ સુવિચાર;
દર્શન-ભેદ ચ્યારિ હૈ ભલા, ચક્ષુ અચક્ષુ અવધિ કેવલા. ૪.
૧૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ