व्याख्या — ‘‘उवओगो दुवियप्पो’’ उपयोगो द्विविकल्पः । ‘‘दंसणणाणं च’’
निर्विकल्पकं दर्शनं सविकल्पकं ज्ञानं च । पुनः ‘‘दंसणं चदुधा’’ दर्शनं चतुर्धा भवति;
‘‘चक्खु अचक्खू ओही दंसणमध केवलं णेयं’’ चक्षुर्दर्शनमचक्षुर्दर्शनमवधिदर्शनमथ अहो
केवलदर्शनमिति विज्ञेयम् । तथाहि — आत्मा हि जगत्त्रयकालत्रयवर्त्तिसमस्तवस्तुसामान्य-
ग्राहकसकलविमलकेवलदर्शनस्वभावस्तावत्, पश्चादनादिकर्मबन्धाधीनः सन् चक्षुर्दर्शनावरण-
क्षयोपशमाद्बहिरङ्गद्रव्येन्द्रियालम्बनाच्च मूर्तं सत्तासामान्यं निर्विकल्पं संव्यवहारेण प्रत्यक्षमपि
निश्चयेन परोक्षरूपेणैकदेशेन यत्पश्यति तच्चक्षुर्दर्शनम् । तथैव स्पर्शनरसनघ्राण-
ટીકાઃ — ‘‘उवओगो दुवियप्पो’’ ઉપયોગ બે પ્રકારનો છેઃ ‘‘दंसणणाणं च’’ દર્શન
અને જ્ઞાન. દર્શન નિર્વિકલ્પ છે અને જ્ઞાન સવિકલ્પ છે. ‘‘दंसणं चदुधा’’ દર્શનોપયોગ
ચાર પ્રકારનો છેઃ ‘‘चक्खु अचक्खू ओही दंसणमध केवलं णेयं’’ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન,
અવધિદર્શન અને કેવળદર્શન — એ ચાર પ્રકાર જાણવા. તે આ પ્રમાણે — પ્રથમ તો
ખરેખર આત્મા ત્રણ લોક, ત્રણ કાળવર્તી સમસ્ત વસ્તુઓના સામાન્યને ગ્રહણ કરનાર,
સકળવિમળ કેવળદર્શનસ્વભાવવાળો છે; ૧પશ્ચાત્ અનાદિ કર્મબંધને આધીન થઈને,
ચક્ષુદર્શનાવરણના ક્ષયોપશમથી અને બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી મૂર્તપદાર્થના
સત્તાસામાન્યને વિકલ્પ વિના ( – નિરાકારપણે) સંવ્યવહારથી પ્રત્યક્ષરૂપે પણ નિશ્ચયથી
પરોક્ષરૂપે, જે એકદેશ દેખે છે તે ચક્ષુદર્શન છે. તેવી જ રીતે સ્પર્શન – રસના – ઘ્રાણ –
૧. અહીં ‘તાવત્’ (પ્રથમ) અને ‘પશ્ચાત્’ (પછી) એમ જે કહ્યું છે તે કાળ – અપેક્ષાએ નથી, પણ ભાવ-
અપેક્ષાએ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે સમજવુંઃ – બન્ને નયોના સ્વરૂપનો નિર્ણય કરનારાને હેય –
ઉપાદેયનું જ્ઞાન સાથે સાથે હોય છે. તેથી નિશ્ચયનયનો વિષય સદા આશ્રય કરવા યોગ્ય હોવાથી તે
ભાવ-અપેક્ષાએ ‘તાવત્’ (પ્રથમ) છે, મુખ્ય છે, ઉપાદેય છે અને વ્યવહારનયનો વિષય જાણવા યોગ્ય
હોવા છતાં તેના વિષયનો આશ્રય તજવા યોગ્ય હોવાથી તે ભાવ-અપેક્ષાએ ‘પશ્ચાત્’ (પછી) છે, ગૌણ
છે, હેય છે. (આ પ્રમાણે નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવી આત્માનો આશ્રય લેતાં
કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન પ્રગટે છે અને પછી જીવ અપ્રતિહત શુદ્ધભાવે પરિણમતાં સમયે સમયે સંવર –
નિર્જરા વૃદ્ધિગત થતાં જાય છે અને છેવટે સિદ્ધદશા જીવ પ્રાપ્ત કરે છે.)
ગાથા ૫ની ટીકામાં તથા ગાથા ૧૩ની ભૂમિકામાં પણ આ પ્રમાણે તાત્પર્ય સમજવું. શ્રી સમયસાર
ગાથા ૭ની ટીકામાં, શ્રી પ્રવચનસાર ગાથા ૧૯, ૩૪, ૫૫, ૧૬૨ અને ૧૬૭ની ટીકામાં અને શ્રી
પંચાસ્તિકાયસંગ્રહ ગાથા ૨૯, ૫૧, ૫૨, ૧૧૩ અને ૧૫૪ની ટીકામાં શ્રી જયસેનાચાર્યે જે ‘તાવત્’
અને ‘પશ્ચાત્’ શબ્દો કહ્યા છે તેનાં અર્થ અને તાત્પર્ય પણ ઉપર પ્રમાણે સમજવાં.
આ સંબંધમાં સોનગઢથી પ્રસિદ્ધ ‘દ્રવ્યસંગ્રહ’ ની ગાથા ૧૩ ની ટીકામાં જે સ્પષ્ટીકરણ કર્યું છે તે
વાંચવું.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૧૫