શ્રોત્રેન્દ્રિયાવરણનો ક્ષયોપશમ હોવાથી પોતપોતાની બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી, મૂર્ત
પદાર્થના સત્તાસામાન્યને વિકલ્પ વિના (-નિરાકારપણે) પરોક્ષરૂપે જે એકદેશ દેખે છે તે
અચક્ષુદર્શન છે.તેવી જે રીતે મન-ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમથી અને સહકારી કારણરૂપ
આઠ પાંખડીવાળા કમળના આકારરૂપ દ્રવ્યમનના આલંબનથી, મૂર્ત અને અમૂર્ત સમસ્ત
વસ્તુઓના સત્તા સામાન્યને વિકલ્પ વિના પરોક્ષરૂપે જે દેખે છે તે માનસ-અચક્ષુદર્શન છે.
તે જ આત્મા અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી મૂર્ત વસ્તુના સત્તાસામાન્યને વિકલ્પ વિના
જે એકદેશ-પ્રત્યક્ષરૂપે દેખે છે તે અવધિદર્શન છે. તથા જે સહજશુદ્ધ છે અને સદા આનંદ
જેનું એક રૂપ છે એવા પરમાત્મતત્ત્વની સંવિત્તિની પ્રાપ્તિના બળથી, કેવળદર્શનાવરણનો
ક્ષય થતાં, મૂર્ત – અમૂર્ત સમસ્ત વસ્તુના સત્તાસામાન્યને વિકલ્પ વિના સકલ-પ્રત્યક્ષરૂપે જે
એક સમયમાં દેખે છે તે ઉપાદેયભૂત ક્ષાયિક કેવળદર્શન જાણવું. ૪.
હવે આઠ ભેદોવાળા જ્ઞાનોપયોગનું પ્રતિપાદન કરે છે
જ્ઞાન – ભેદ મતિ શ્રુત અવધિકા, ભલે – બુરેતૈ હૈ છહૈતિકા;
મનપર્યય કેવલ મિલિ આઠ, હૈ પરતક્ષ પરોક્ષ સુપાઠ. ૫.
श्रोत्रेन्द्रियावरणक्षयोपशमत्वात्स्वकीयस्वकीयबहिरङ्गद्रव्येन्द्रियालम्बनाच्च मुर्त्तं सत्तासामान्यं
विकल्परहितं परोक्षरूपेणैकदेशेन यत्पस्यति तदचक्षुर्दर्शनम् । तथैव च मनइन्द्रिया-
वरणक्षयोपशमात्सहकारिकारणभूताष्टदलपद्माकारद्रव्यमनोऽवलम्बनाच्च मूर्त्तामूर्त्तसमस्तवस्तु-
गतसत्तासामान्यं विकल्परहितं परोक्षरूपेण यत्पश्यति तन्मानसमचक्षुर्दर्शनम् । स एवात्मा
यदवधिदर्शनावरणक्षयोपशमान्मूर्त्तवस्तुगतसत्तासामान्यं निर्विकल्परूपेणैकदेशप्रत्यक्षेण यत्पश्यति
तदवधिदर्शनम् । यत्पुनः सहजशुद्धसदानन्दैकरूपपरमात्मतत्त्वसंवित्तिप्राप्तिबलेन केवल-
दर्शनावरणक्षये सति मूर्त्तामूर्त्तसमस्तवस्तुगतसत्तासामान्यं विकल्परहितं सकलप्रत्यक्ष-
रूपेणैकसमये पश्यति तदुपादेयभूतं क्षायिकं केवलदर्शनं ज्ञातव्यमिति ।।४।।
अथाष्टविकल्पं ज्ञानोपयोगं प्रतिपादयति —
णाणं अट्ठियप्पं मदिसुदिओही अणाणणाणाणि ।
मणपज्जवकेवलमवि पच्चक्खपरोक्खभेयं च ।।५।।
૧૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ