वस्त्वेकदेशेन विकल्पाकारेण परोक्षरूपेण सांव्यवहारिकप्रत्यक्षरूपेण वा यज्जानाति
तत्क्षायोपशमिकं मतिज्ञानम् । किञ्चः छद्मस्थानां वीर्यान्तरायक्षयोपशमः केवलिनां तु
निरवशेषक्षयो ज्ञानचारित्राद्युत्पत्तौ सहकारी सर्वत्र ज्ञातव्यः । संव्यवहारलक्षणं कथ्यते —
समीचीनो व्यवहारः संव्यवहारः । प्रवृत्तिनिवृत्तिलक्षणः संव्यवहारो भण्यते । संव्यवहारे भवं
सांव्यवहारिकं प्रत्यक्षम् । यथा घटरूपमिदं मया दृष्टमित्यादि । तथैव श्रुतज्ञानारवरण-
क्षयोपशमान्नोइन्द्रियावलम्बनाच्च प्रकाशोपाध्यायादिबहिरङ्गसहकारिकारणाच्च मूर्त्तामूर्त्तवस्तु-
लोकालोकव्याप्तिज्ञानरूपेण यदस्पष्टं जानाति तत्परोक्षं श्रुतज्ञानं भण्यते । किञ्च विशेषः —
शब्दात्मकं श्रुतज्ञानं परोक्षमेव तावत्, स्वर्गापवर्गादिबहिर्विषयपरिच्छित्तिपरिज्ञानं विकल्परूपं
तदपि परोक्षं, यत्पुनरभ्यन्तरे सुखदुःखविकल्परूपोऽहमनन्तज्ञानादिरूपोऽहमिति वा तदीषत्
ક્ષયોપશમથી તથા બહિરંગ પંચેન્દ્રિય તેમ જ મનના અવલંબનથી મૂર્ત તેમ જ અમૂર્ત
વસ્તુઓને, એકદેશ, વિકલ્પાકારે, પરોક્ષરૂપે અથવા સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપે જે જાણે છે તે
ક્ષાયોપશમિક મતિજ્ઞાન છે. છદ્મસ્થોને જ્ઞાન – ચારિત્રાદિની ઉત્પત્તિમાં વીર્યાન્તરાયનો
ક્ષયોપશમ અને કેવળીઓને સર્વથા ક્ષય સર્વત્ર ૧સહકારી જાણવો.
હવે સંવ્યવહારનું લક્ષણ ( – સ્વરૂપ) કહેવામાં આવે છે. સમીચીન વ્યવહાર તે
સંવ્યવહાર છે. પ્રવૃત્તિનિવૃત્તિસ્વરૂપ સંવ્યવહાર કહેવાય છે. સંવ્યવહારે જે હોય તે
સાંવ્યવહારિક પ્રત્યક્ષ — જેમકે ‘ઘટનું રૂપ આ મેં જોયું’ વગેરે.
શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી તેમ જ પ્રકાશ, ઉપાધ્યાયાદિ
બહિરંગ સહકારી કારણોથી મૂર્ત - અમૂર્ત વસ્તુને લોક - અલોકને વ્યાપ્તિજ્ઞાનરૂપે જે અસ્પષ્ટ
જાણે છે તે પરોક્ષ શ્રુતજ્ઞાન કહેવાય છે.
વળી વિશેષ — જે શબ્દાત્મક શ્રુતજ્ઞાન છે તે તો પરોક્ષ જ છે (પણ) સ્વર્ગ,
મોક્ષાદિ બાહ્ય વસ્તુઓનો બોધ કરાવનાર વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ છે
અને જે અભ્યંતરમાં ‘સુખ - દુઃખના વિકલ્પરૂપ હું છું,’ ‘અનંતજ્ઞાનાદિરૂપ હું છું’ — એવું
૧. કાર્યકાળે સાથે રહેનાર – નિમિત્ત સહચર. શ્રી ગોમ્મટસાર – જીવકાંડની ગાથા ૫૬૭ ની મોટી ટીકામાં
ધર્માસ્તિકાયને ગમનમાં ‘સહકારી કારણ’ કહેવામાં આવેલ છે. ત્યાં ‘સહકારી કારણ’નો અર્થ આ પ્રમાણે
સમજાવ્યો છેઃ — ‘‘સ્વયમેવ જ ગમનાદિ ક્રિયારૂપ વર્તતાં જે જીવ – પુદ્ગલ તેમને ધર્માસ્તિકાય સહકારી
કારણ છે. તેમાં તેનું કારણપણું એટલું જ છે કે જ્યાં ધર્માદિક દ્રવ્ય હોય ત્યાં જીવ – પુદ્ગલ ગમનાદિ
ક્રિયારૂપ વર્તે છે.’’ નિમિત્ત હોય અને ઉપાદાન જ્યાં પોતાનું કામ પોતાથી જ કરે છે. ત્યાં નિમિત્તને
‘સહકારી’ કહેવાય છે. આવો ‘સહકારી’ નો અર્થ સમજવો.
૧૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ