परोक्षम्; यच्च निश्चयभावश्रुतज्ञानं तच्च शुद्धात्माभिमुखसुखसंवित्तिस्वरूपं स्वसंवित्त्याकारेण
सविकल्पमपीन्द्रियमनोजनितरागादिविकल्पजालरहितत्वेन निर्विकल्पम् । अभेदनयेन तदेवात्म-
शब्दवाच्यं वीतरागसम्यक्चारित्राविनाभूतं केवलज्ञानापेक्षया परोक्षमपि संसारिणां क्षायिक-
ज्ञानाभावात् क्षायोपशमिकमपि प्रत्यक्षमभिधीयते । अत्राह शिष्यः — आद्ये परोक्षमिति
तत्त्वार्थसूत्रे मतिश्रुतद्वयं परोक्षं भणितं तिष्ठति, कथं प्रत्यक्षं भवतीति ? परिहारमाह –
तदुत्सर्गव्याख्यानम्, इदं पुनरपवादव्याख्यानम् । यदि तदुत्सर्गव्याख्यानं न भवति तर्हि मतिज्ञानं
कथं तत्त्वार्थे परोक्षं भणितं तिष्ठति । तर्कशास्त्रे सांव्यवहारिकं प्रत्यक्षं कथं जातम् । यथा
अपवादव्याख्यानेन मतिज्ञानं परोक्षमपि प्रत्यक्षज्ञानम्, तथा स्वात्माभिमुखं भावश्रुतज्ञानमपि
परोक्षं सत्प्रत्यक्षं भण्यते । यदि पुनरेकान्तेन परोक्षं भवति तर्हि सुखदुःखादिसंवेदनमपि परोक्षं
प्राप्नोति, न च तथा । तथैव च स एवात्मा, अवधिज्ञानावरणीयक्षयोपशमान्मूर्त्तं वस्तु
જ્ઞાન તે ઇષત્ (જરા) પરોક્ષ છે. અને જે નિશ્ચય – ભાવશ્રુતજ્ઞાન છે તે શુદ્ધાત્માભિમુખ
હોવાથી સુખના સંવેદનસ્વરૂપ છે; તે સ્વસંવેદનના આકારરૂપ હોવાથી સવિકલ્પ હોવા
છતાં પણ, ઇન્દ્રિય – મનજનિત રાગાદિ વિકલ્પજાળથી રહિત હોવાથી નિર્વિકલ્પ છે;
અભેદનયે જે ‘આત્મા’ શબ્દથી કહેવાય છે એવું તે જ (નિશ્ચય - ભાવશ્રુતજ્ઞાન) – કે જે
વીતરાગ સમ્યક્ ચારિત્ર સાથે અવિનાભાવી છે તે — કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ હોવા
છતાં પણ, સંસારી જીવોને ક્ષાયિકજ્ઞાનનો અભાવ હોવાથી ક્ષાયોપશમિક હોવા છતાં
પણ, પ્રત્યક્ષ કહેવાય છે.
અહીં શિષ્ય પૂછે છે ‘आद्ये परोक्षम् ।’ એમ તત્ત્વાર્થસૂત્રમાં મતિ - શ્રુત એ બે જ્ઞાનને
પરોક્ષ કહેલ છે, તો પછી (શ્રુતજ્ઞાન) પ્રત્યક્ષ કેવી રીતે હોય? તેનું નિરાકરણ કરવામાં
આવે છેઃ તે ઉત્સર્ગનું વ્યાખ્યાન છે અને અહીં જે કથન છે તે અપવાદનું વ્યાખ્યાન
છે. જો તે ઉત્સર્ગકથન ન હોત તો, તત્ત્વાર્થસૂત્રમાં મતિજ્ઞાનને પરોક્ષ કેવી રીતે કહ્યું?
અને તર્કશાસ્ત્રમાં તે જ ( – મતિજ્ઞાન) સાંવ્યવહારિકપ્રત્યક્ષ કેવી રીતે થઈ ગયું? તેથી (એમ
સમજવું કે) જેમ અપવાદવ્યાખ્યાનથી, મતિજ્ઞાનને પરોક્ષ હોવા છતાં પણ પ્રત્યક્ષજ્ઞાન કહ્યું
છે, તેમ સ્વ - આત્માભિમુખ ભાવશ્રુતજ્ઞાનને પણ પરોક્ષ હોવા છતાં પ્રત્યક્ષ કહ્યું છે. વળી
જો તે એકાંત પરોક્ષ હોય તો સુખદુઃખાદિનું સંવેદન પણ પરોક્ષ થાય; પણ એમ તો
છે નહિ.
તે જ આત્મા અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મૂર્ત વસ્તુને વિકલ્પસહિત
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૧૯