यदेकदेशप्रत्यक्षेण सविकल्पं जानाति तदवधिज्ञानम् । यत्पुनर्मनःपर्ययज्ञानावरण-
क्षयोपशमाद्वीर्यान्तरायक्षयोपशमाच्च स्वकीयमनोऽवलम्बनेन परकीयमनोगतं मूर्त्तमर्थमेकदेश-
प्रत्यक्षेण सविकल्पं जानाति तदीहामतिज्ञानपूर्वकं मनःपर्ययज्ञानम् । तथैव निजशुद्धात्म-
तत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणैकाग्रध्यानेन केवलज्ञानावरणादिघातिचतुष्टयक्षये सति
यत्समुत्पद्यते तदेकसमये समस्तद्रव्यक्षेत्रकालभावग्राहकं सर्वप्रकारोपादेयभूतं केवल-
ज्ञानमिति ।।५।।
अथ ज्ञानदर्शनोपयोगद्वयव्याख्यानस्य नयविभागेनोपसंहारः कथ्यते —
अट्ठ चदु णाणदंसण सामण्णं जीवलक्खणं भणियं ।
ववहारा सुद्धणया सुद्धं पुण दंसणं णाणं ।।६।।
(સાકારપણે) જે એકદેશ પ્રત્યક્ષ જાણે છે તે અવધિજ્ઞાન છે.
જે મનઃપર્યયજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તેમજ વીર્યાન્તરાયના ક્ષયોપશમથી પોતાના
મનના અવલંબન દ્વારા બીજાના મનમાં રહેલ મૂર્ત પદાર્થને વિકલ્પસહિત (સાકારપણે)
એકદેશપ્રત્યક્ષ જાણે છે, તે ઇહામતિજ્ઞાનપૂર્વકનું મનઃપર્યયજ્ઞાન છે.
નિજ શુદ્ધાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધા - જ્ઞાન - ચારિત્ર જેનું લક્ષણ છે એવા એકાગ્રધ્યાન
વડે કેવલજ્ઞાનાવરણાદિ ચાર ઘાતીકર્મોનો નાશ થતાં જે ઉત્પન્ન થાય છે તે, એક સમયમાં
સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ગ્રહણ કરનારું, સર્વ પ્રકારે *ઉપાદેયભૂત કેવળજ્ઞાન
છે. ૫
હવે, જ્ઞાન - દર્શન બન્ને ઉપયોગના વ્યાખ્યાનનો નયવિભાગથી ઉપસંહાર કરે
છેઃ —
* ઉપાદેય = ગ્રાહ્ય; ગ્રહણ કરવા યોગ્ય. ઉપાદેયપણું મુખ્યત્વે બે પ્રકારે કહેવામાં આવે છેઃ (૧) જ્યાં
નિજ ધ્રુવ શુદ્ધાત્મા – જ્ઞાયકસ્વભાવ આત્મા – ઉપાદેય કહેવામાં આવે, ત્યાં તે ‘આશ્રય કરવા યોગ્ય’ તરીકે
ઉપાદેય સમજવો. (૨) જ્યાં કેવળજ્ઞાન, સિદ્ધત્વ વગેરે પર્યાયો ઉપાદેય કહેવામાં આવે, ત્યાં તે પર્યાયો
‘પ્રગટ કરવા યોગ્ય’ તરીકે ઉપાદેય સમજવા. [અહીં એ ખ્યાલમાં રાખવું કે સિદ્ધત્વાદિ પર્યાય ‘ પ્રગટ
કરવા’ નો ઉપાય નિજ ધ્રુવ શુદ્ધાત્માનો ‘આશ્રય લેવો’ તે જ છે.]
યહ સામાન્ય જીવકા ચિહ્ન, નય વ્યવહાર બતાયા ગિહ્ન;
નિશ્ચય શુદ્ધ જ્ઞાન – દર્શના, લિંગ યથારથ જિનવર ભનાં. ૬.
૨૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ