अष्टचतुर्ज्ञानदर्शने सामान्यं जीवलक्षणं भणितम् ।
व्यवहारात् शुद्धनयात् शुद्धं पुनः दर्शनं ज्ञानम् ।।६।।
व्याख्या — ‘‘अट्ठ चदु णाणदंसण सामण्णं जीवलक्खणं भणियं’’ अष्टविधं ज्ञानं
चतुर्विधं दर्शनं सामान्यं जीवलक्षणं भणितम् । सामान्यमिति कोऽर्थः ?
संसारिजीवमुक्तजीवविवक्षा नास्ति, अथवा शुद्धाशुद्धज्ञानदर्शनविवक्षा नास्ति । तदपि
कथमितिचेद् ? विवक्षाया अभावः सामान्यलक्षणमिति वचनात् । कस्मात् सामान्यम्
जीवलक्षणं भणितम् ? ‘‘ववहारा’’ व्यवहारात् व्यवहारनयात् । अत्र केवलज्ञानदर्शनं प्रति
शुद्धसद्भूतशब्दवाच्योऽनुपचरितसद्भूतव्यवहारः, छद्मस्थज्ञानदर्शनापरिपूर्णापेक्षया पुनरशुद्ध-
सद्भूतशब्दवाच्य उपचरितसद्भूतव्यवहारः, कुमतिकुश्रुतविभङ्गत्रये पुनरुपचरितासद्भूत-
व्यवहारः । ‘‘सुद्धणया सुद्धं पुण दंसणं णाणं’’ शुद्धनिश्चयनयात्पुनः शुद्धमखण्डं
केवलज्ञानदर्शनद्वयं जीवलक्षणमिति । किञ्च ज्ञानदर्शनोपयोगविवक्षायामुपयोगशब्देन
ગાથા – ૬
ગાથાર્થઃ — વ્યવહારનયથી આઠ પ્રકારનાં જ્ઞાન અને ચાર પ્રકારનાં દર્શન — એ
સામાન્યપણે જીવનું લક્ષણ કહ્યું છે. શુદ્ધનયની અપેક્ષાએ શુદ્ધ જ્ઞાન – દર્શનને જીવનું લક્ષણ
કહ્યું છે.
ટીકાઃ — ‘‘अट्ठ चदु णाणदंसण सामण्णं जीवलक्खणं भणियं’’ આઠ પ્રકારના જ્ઞાન
અને ચાર પ્રકારના દર્શનને સામાન્યપણે જીવનું લક્ષણ કહ્યું છે. અહીં ‘સામાન્ય’ એ કથનનો
શો અર્થ છે? એ અર્થ છે કે આ લક્ષણમાં સંસારી જીવ કે મુક્ત જીવની વિવક્ષા નથી
અથવા શુદ્ધ કે અશુદ્ધ જ્ઞાન - દર્શનની વિવક્ષા નથી. એવો અર્થ કેમ? ‘વિવક્ષાનો અભાવ —
એ સામાન્યનું લક્ષણ છે’ — એવું વચન હોવાથી.
કઈ અપેક્ષાએ જીવનું સામાન્ય લક્ષણ કહ્યું છે? ‘‘ववहारा’’
વ્યવહારથી – વ્યવહારનયની અપેક્ષાએ કહ્યું છે. અહીં કેવળજ્ઞાન – દર્શન પ્રત્યે ‘શુદ્ધ સદ્ભૂત’
વ્યવહારથી વાચ્ય ‘અનુપચરિત સદ્ભૂત’ વ્યવહાર છે, છદ્મસ્થનાં અપૂર્ણ જ્ઞાન - દર્શનની
અપેક્ષાએ ‘અશુદ્ધ સદ્ભૂત’ શબ્દથી વાચ્ય ‘ઉપચરિત સદ્ભૂત’ વ્યવહાર છે અને કુમતિ,
કુશ્રુત, કુઅવધિ — એ ત્રણે જ્ઞાનને વિષે ‘ઉપચરિત અસદ્ભૂત’ વ્યવહાર છે.
‘‘सुद्धणया सुद्धं पुण दंसणं णाणं’’ શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધ અખંડ કેવળજ્ઞાન અને
કેવળદર્શન — એ બે જીવનું લક્ષણ છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૨૧