विवक्षितार्थपरिच्छित्तिलक्षणोऽर्थग्रहणव्यापारो गृह्यते । शुभाशुभशुद्धोपयोगत्रयविवक्षायां
पुनरुपयोगशब्देन शुभाशुभशुद्धभावनैकरूपमनुष्ठानं ज्ञातव्यमिति । अत्र सहजशुद्ध-
निर्विकारपरमानन्दैकलक्षणस्य साक्षादुपादेयभूतस्याक्षयसुखस्योपादानकारणत्वात् केवलज्ञान-
दर्शनद्वयमुपादेयमिति । एवं नैयायिकं प्रति गुणगुणिभेदैकान्तनिराकरणार्थमुपयोगव्याख्यानेन
गाथात्रयं गतम् ।।६।।
अथामूर्त्तातीन्द्रियनिजात्मद्रव्यसंवित्तिरहितेन मूर्त्तपञ्चेन्द्रियविषयासक्तेन च यदुपार्जितं
मूर्तं कर्म तदुदयेन व्यवहारेण मूर्तोऽपि निश्चयेनामूर्तो जीव इत्युपदिशति —
वण्ण रस पंच गंधा दो फासा अट्ठ णिच्छया जीवे ।
णो संति अमुत्ति तदो ववहारा मुत्ति बंधादो ।।७।।
અહીં જ્ઞાન - દર્શન ઉપયોગની વિવક્ષામાં ‘ઉપયોગ’ શબ્દનો અર્થ વિવક્ષિત પદાર્થને
જાણવું - દેખવું જેનું લક્ષણ છે, એવો ‘પદાર્થગ્રહણરૂપ વ્યાપાર’ એમ થાય છે. પરંતુ શુભ,
અશુભ અને શુદ્ધ — એ ત્રણ ઉપયોગની વિવક્ષામાં ‘ઉપયોગ’ શબ્દનો અર્થ શુભ, અશુભ
કે શુદ્ધ ભાવના જેનું એક રૂપ છે, એવું ‘અનુષ્ઠાન’ સમજવું.
અહીં સહજશુદ્ધ નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ (સ્વરૂપ) છે, એવું જે સાક્ષાત્
ઉપાદેયભૂત અક્ષય સુખ તેનું ઉપાદાનકારણ હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન — એ બન્ને
૧ઉપાદેય છે.
આવી રીતે નૈયાયિક પ્રતિ ગુણ - ગુણીભેદના એકાન્તનું નિરાકરણ કરવા માટે,
ઉપયોગના વ્યાખ્યાન દ્વારા ત્રણ ગાથાઓ પૂરી થઈ. ૬.
હવે, અમૂર્ત અતીન્દ્રિય નિજ આત્મદ્રવ્યના જ્ઞાનથી રહિત હોવાથી અને મૂર્ત
પંચેન્દ્રિયના વિષયમાં આસક્ત હોવાથી જે મૂર્તકર્મ ઉપાર્જિત કર્યું છે, તેના ઉદયથી
વ્યવહારથી જીવ મૂર્ત છે પણ નિશ્ચયનયથી જીવ અમૂર્ત છે, એમ ઉપદેશે છેઃ —
૧. શ્રી નિયમસાર કળશ ૧૭ ના અર્થમાં આ પ્રમાણે લખ્યું છેઃ — ‘‘જિનેન્દ્રકથિત સમસ્ત દર્શન – જ્ઞાનના
ભેદોને જાણીને, જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો, શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર
તત્ત્વમાં પેસી જાય છે — ઊંડો ઊતરી જાય છે તે નિર્વાણસુખને પામે છે.’’ આ ઉપરથી એમ સમજવું કે —
આશ્રય કરવા યોગ્ય તરીકે તો સદા નિજ ચૈતન્યચમત્કારમાત્ર ત્રિકાળી ધ્રુવતત્ત્વ એક જ ઉપાદેય છે.
વર્ણ પાંચ રસ પાંચ જુ ગંધ, દોય ફાસ અઠ નાંહી ખંધ;
નિશ્ચય મૂરતિ - વિન જિય સાર, બંધસહિત મૂરત વિવહાર. ૭.
૨૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ