वर्णाः रसाः पंच गन्धौ द्वौ स्पर्शाः अष्टौ निश्चयात् जीवे ।
नो सन्ति अमूर्त्तिः ततः व्यवहारात् मूर्त्तिः बन्धतः ।।७।।
व्याख्या — ‘‘वण्ण रस पञ्च गंधा दो फासा अट्ठ णिच्छया जीवे णो संति’’
श्वेतपीतनीलारुणकृष्णसंज्ञाः पञ्च वर्णाः, तिक्तकटुकषायाम्लमधुरसंज्ञाः पञ्च रसाः,
सुगन्धदुर्गन्धसंज्ञौ द्वौ गन्धौ, शीतोष्णस्निग्धरूक्षमृदुकर्कशगुरुलघुसंज्ञा अष्टौ स्पर्शाः,
‘‘णिच्छया’’ शुद्धनिश्चयनयात् शुद्धबुद्धैकस्वभावे शुद्धजीवे न सन्ति । ‘‘अमुत्ति तदो’’ ततः
कारणादमूर्त्तः । यद्यमूर्तस्तर्हि तस्य कथं कर्मबन्ध इति चेत् ? ‘‘ववहारा मुत्ति’’
अनुपचरितासद्भूतव्यवहारान्मूर्तो यतः । तदपि कस्मात् ? ‘‘बंधादो’’ अनन्त-
ज्ञानाद्युपलम्भलक्षणमोक्षविलक्षणादनादिकर्मबन्धनादिति । तथा चोक्तम् —
कथंचिन्मूर्तामूर्तजीवलक्षणम् — ‘‘बंधं पडि एयत्तं लक्खणदो हवदि तस्स भिण्णत्तं । तम्हा
अमुत्तिभावो णेगंतो होदि जीवस्स ।।१।।’’ अयमत्रार्थः — यस्यैवामूर्तस्यात्मनः
ગાથા – ૭
ગાથાર્થઃ — નિશ્ચયથી જીવમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ નથી
તેથી જીવ અમૂર્તિક છે; વ્યવહારનયની અપેક્ષાએ કર્મબંધ હોવાથી જીવ મૂર્તિક છે.
ટીકાઃ — ‘‘वण्ण रस पञ्च गंधा दो फासा अट्ठ णिच्छया जीवे णो संति’’ શ્વેત, પીત,
નીલ, લાલ અને કૃષ્ણ — એ પાંચ રંગ; તીખો, કડવો, કષાયલો, ખાટો અને મધુર — એ
પાંચ રસ; સુગંધ અને દુર્ગંધ — એ બે ગંધ; શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, કોમળ, કઠોર,
હલકો, ભારે — એ આઠ સ્પર્શ; ‘‘णिच्छया’’ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ - બુદ્ધ - એક - સ્વભાવવાળા
શુદ્ધ જીવમાં નથી. ‘‘अमुत्ति तदो’’ તે કારણે આ જીવ અમૂર્ત છે. જો જીવ અમૂર્તિક છે,
તો તેને કર્મબંધ કેવી રીતે થાય છે? ‘‘ववहारा मुत्ति’’ કારણ કે જીવ અનુપચરિત અસદ્ભૂત
વ્યવહારનયથી મૂર્ત છે, તેથી (કર્મબંધ થાય છે). જીવ મૂર્ત ક્યા કારણે છે? ‘‘बंधादो’’ અનંત
જ્ઞાનાદિની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવા મોક્ષથી વિલક્ષણ અનાદિ કર્મબંધનને કારણે જીવ
મૂર્ત છે. વળી અન્યત્ર જીવનું લક્ષણ કથંચિત્ મૂર્ત અને કથંચિત્ અમૂર્ત કહ્યું છે; તે આ
પ્રમાણેઃ — ‘‘કર્મબંધ પ્રતિ જીવની એકતા છે અને લક્ષણથી તેની ભિન્નતા છે; તેથી એકાંતે
જીવને ૧અમૂર્તિકપણું નથી.’’
૧. શ્રી સર્વાર્થસિદ્ધિ ૨/૭ ટીકા.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૨૩