प्राप्त्यभावादनादिसंसारे भ्रमितोऽयं जीवः स एवामूर्तो मूर्तपञ्चेन्द्रियविषयत्यागेन निरंतरं
ध्यातव्यः । इति भट्टचार्वाकमतं प्रत्यमूर्तजीवस्थापनमुख्यत्वेन सूत्रं गतम् ।।७।।
अथ निष्क्रियामूर्तटङ्कोत्कीर्णज्ञायकैकस्वभावेन कर्मादिकर्तृत्वरहितोऽपि जीवो
व्यवहारादिनयविभागेन कर्ता भवतीति कथयति —
पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु णिच्छयदो ।
चेदणकम्माणादा सुद्धणया सुद्धभावाणं ।।८।।
पुद्गलकर्म्मादीनां कर्त्ता व्यवहारतः तु निश्चयतः ।
चेतनकर्म्मणां आत्मा शुद्धनयात् शुद्धभावानाम् ।।८।।
व्याख्या — अत्र सूत्रे भिन्नप्रक्रमरूपव्यवहितसम्बन्धेन मध्यपदं गृहीत्वा व्याख्यानं क्रियते ।
તાત્પર્ય એ છે કે — જે અમૂર્ત આત્માની પ્રાપ્તિ વિના અનાદિ સંસારમાં આ જીવ
ભમ્યો તે જ અમૂર્તિક આત્માનું, મૂર્ત પંચેન્દ્રિયના વિષયોના ત્યાગ વડે નિરંતર ધ્યાન કરવું૧
જોઈએ. એ રીતે ભટ્ટ અને ચાર્વાક મત પ્રતિ અમૂર્ત જીવની સ્થાપનાની મુખ્યતાથી સૂત્ર
કહ્યું. ૭.
હવે નિષ્ક્રિય, અમૂર્ત, ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવથી જીવ જોકે કર્માદિના
કર્તાપણાથી રહિત છે, તોપણ વ્યવહારાદિ નય – વિભાગથી કર્તા થાય છે એમ કહે છે —
ગાથા ૮
ગાથાર્થઃ — આત્મા વ્યવહારનયથી પુદ્ગલકર્માદિનો કર્તા છે, નિશ્ચયનયથી
ચેતનકર્મોનો કર્તા છે અને શુદ્ધનયથી શુદ્ધભાવોનો કર્તા છે.
ટીકાઃ — આ સૂત્રમાં ભિન્નપ્રક્રમરૂપ વ્યવહિત સંબંધથી મધ્યમ પદ લઈને
૧. પુદ્ગલકર્મ મારાથી અત્યંત ભિન્ન છે, વસ્તુતઃ તે મને લાભ – નુકશાન કરી શકે નહિ એવો નિર્ણય કરી,
અમૂર્તિક નિજ ત્રિકાળી ધ્રુવસ્વભાવનો આશ્રય કરવો. તેમ કરવાથી જ ધર્મ પ્રગટે છે, વૃદ્ધિ પામે છે
અને પૂર્ણ થાય છે; અને પૂર્ણ થતાં પુદ્ગલ કર્મો અને શરીર સાથેનો આત્યંતિક વિયોગ થતાં જીવ
સિદ્ધપદને પામે છે.
પુદ્ગલ કર્મ કરૈ વ્યવહાર, કર્તા યાતૈં કહે કરાર,
નિશ્ચય નિજ રાગાદિક કરૈ, શુદ્ધ દ્રષ્ટિ શુદ્ધ ભાવહિ ધરૈ. ૮.
૨૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ