‘‘आदा’’ आत्मा ‘‘पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु’’ पुग्गलकर्मादीनां कर्त्ता व्यवहारतस्तु
पुनः, तथाहि — मनोवचनकायव्यापारक्रियारहितनिजशुद्धात्मतत्त्वभावनाशून्यः सन्ननुपचरितासद्-
भूतव्यवहारेण ज्ञानावरणादिद्रव्यकर्मणामादिशब्देनौदारिकवैक्रियिकाहारकशरीरत्रयाहारादि-
षट्पर्याप्तियोग्यपुद्गलपिण्डरूपनोकर्मणां तथैवोपचरितासद्भूतव्यवहारेण बहिर्विषयघटपटादीनां च
कर्ता भवति । ‘‘णिच्छयदो चेदणकम्माणादा’’ निश्चयनयतश्चेतनकर्मणां; तद्यथा – रागादि-
विकल्पोपाधिरहितनिष्क्रियपरमचैतन्यभावनारहितेन यदुपार्जितं रागाद्युत्पादकं कर्म तदुदये सति
निष्क्रियनिर्मलस्वसंवित्तिमलभमानो भावकर्मशब्दवाच्यरागादिविकल्परूपचेतनकर्मणामशुद्ध-
निश्चयेन कर्त्ता भवति । अशुद्धनिश्चयस्यार्थः कथ्यते — कर्मोपाधिसमुत्पन्नत्वादशुद्धः, तत्काले
तप्तायःपिण्डवत्तन्मयत्वाच्च निश्चयः, इत्युभयमेलापकेनाशुद्धनिश्चयो भण्यते । ‘‘सुद्धणया
सुद्धभावाणं’’ शुभाशुभयोगत्रयव्यापाररहितेन शुद्धबुद्धैकस्वभावेन यदा परिणमति
तदानन्तज्ञानसुखादिशुद्धभावानां छद्मस्थावस्थायां भावनारूपेण विवक्षितैकदेशशुद्धनिश्चयेन कर्ता,
मुक्तावस्थायां तु शुद्धनयेनेति । किन्तु शुद्धाशुद्धभावानां परिणममानानाम् एव कर्तृत्वं ज्ञातव्यम्,
વ્યાખ્યાન કરવામાં આવે છે. ‘‘आदा’’ આત્મા ‘‘पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु’’
વ્યવહારનયથી પુદ્ગલકર્માદિનો કર્તા છે. જેમ કે — મન - વચન - કાયવ્યાપારક્રિયારહિત નિજ
શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી શૂન્ય થઈને, અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી જ્ઞાનાવરણાદિ
દ્રવ્યકર્મોનો તથા આદિ શબ્દથી ઔદારિક, વૈક્રિયિક અને આહારક — એ ત્રણ શરીરનો,
આહારાદિ છ પર્યાપ્તિયોગ્ય પુદ્ગલપિંડરૂપ નોકર્મોનો અને ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી
ઘટપટાદિ બહિર્વિષયોનો પણ કર્તા (આ જીવ) થાય છે.
‘‘णिच्छयदो चेदणकम्माणादा’’ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ચેતનકર્મોનો કર્તા છે.
તે આવી રીતે — રાગાદિ વિકલ્પરૂપ ઉપાધિરહિત, નિષ્ક્રિય, પરમ ચૈતન્યની ભાવનાથી રહિત
હોવાથી જીવે રાગાદિને ઉત્પન્ન કરનાર જે કર્મ ઉપાર્જિત કર્યું છે, તેનો ઉદય થતાં, નિષ્ક્રિય,
નિર્મળ સ્વસંવિત્તિને નહિ પ્રાપ્ત કરતો જીવ, ‘ભાવકર્મ’ શબ્દથી વાચ્ય રાગાદિ વિકલ્પરૂપ
ચેતનકર્મોનો અશુદ્ધ નિશ્ચયનયથી કર્તા થાય છે. અશુદ્ધ નિશ્ચયનો અર્થ કહેવામાં આવે
છેઃ — કર્મોપાધિથી ઉત્પન્ન થતું હોવાથી અશુદ્ધ કહેવાય છે અને તે સમયે તપેલા લોખંડના
ગોળાની પેઠે તન્મય હોવાથી નિશ્ચય કહેવાય છે. એ પ્રમાણે અશુદ્ધ અને નિશ્ચય એ બન્નેનો
મેળાપ કરીને અશુદ્ધ નિશ્ચય કહેવામાં આવે છે. ‘‘सुद्धणया सुद्धभावाणं’’ જ્યારે જીવ, શુભ
- અશુભરૂપ ત્રણ યોગ (મન, વચન, કાયા)ના વ્યાપારથી રહિત, શુદ્ધ - બુદ્ધ એવા
એકસ્વભાવરૂપે પરિણમન કરે છે ત્યારે અનંત જ્ઞાન - સુખાદિ શુદ્ધભાવોનો છદ્મસ્થ અવસ્થામાં
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૨૫
4