न च हस्तादिव्यापाररूपाणामिति । यतो हि नित्यनिरञ्जननिष्क्रियनिजात्मस्वरूपभावनारहितस्य ।
कर्मादिकर्तृत्वं व्याख्यातम्, ततस्तत्रैव निजशुद्धात्मनि भावना कर्तव्या । एवं सांख्यमतं
प्रत्येकान्ताकर्तृत्वनिराकरणमुख्यत्वेन गाथा गता ।।८।।
अथ यद्यपि शुद्धनयेन निर्विकारपरमाह्लादैकलक्षणसुखामृतस्य भोक्ता तथाप्यशुद्धनयेन
सांसारिकसुखदुःखस्यापि भोक्तात्मा भवतीत्याख्याति —
ववहारा सुहदुक्खं पुग्गलकम्मप्फलं पभुंजेहि ।
आदा णिच्छयणयदो चेदणभावं खु आदस्स ।।९।।
व्यवहारात् सुखदुःखं पुद्गलकर्म्मफलं प्रभुङ्क्ते ।
आत्मा निश्चयनयतः चेतनभावं खलु आत्मनः ।।९।।
ભાવનારૂપે, વિવક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી કર્તા છે અને મુક્ત અવસ્થામાં શુદ્ધનયથી
અનંત જ્ઞાન – સુખાદિ શુદ્ધભાવોનો કર્તા છે.
પરંતુ પરિણમતા એવા શુદ્ધ – અશુદ્ધ ભાવોનું જ કર્તાપણું જીવમાં જાણવું, ૧હસ્તાદિના
વ્યાપારરૂપ (પુદ્ગલ – પરિણામો)નું નહિ.
નિત્ય – નિરંજન – નિષ્ક્રિય નિજાત્મસ્વરૂપની ભાવના રહિત જીવને કર્માદિનું કર્તાપણું
કહ્યું છે, તેથી તે નિજ શુદ્ધાત્મામાં જ ભાવના કરવી.
આ રીતે સાંખ્યમત પ્રત્યે એકાંત અકર્તૃત્વનું ( – જીવ એકાંતે અકર્તા હોવાનું)
નિરાકરણ કરવાની મુખ્યતાથી ગાથા પૂરી થઈ. ૮.
હવે, જોકે આત્મા શુદ્ધનયથી નિર્વિકાર પરમ આહ્લાદ જેનું એક લક્ષણ છે એવા
સુખામૃતનો ભોક્તા છે, તોપણ અશુદ્ધનયથી સાંસારિક સુખ - દુઃખનો પણ ભોક્તા થાય છે,
એમ કહે છેઃ —
૧. શ્રી સમયસારમાં પણ જીવ પુદ્ગલાદિ કે અન્ય જીવોની પર્યાયોનો કર્તા નથી, એમ કર્તાકર્મ – અધિકાર
તથા સર્વવિશુદ્ધજ્ઞાન – અધિકારમાં કહ્યું છે. શરીરની, પરપદાર્થોની, બોલવાની, ખાવા – પીવાની ઇત્યાદિ
ક્રિયાઓમાં જે અનાદિ અજ્ઞાનથી જીવની કર્તૃત્વબુદ્ધિ છે, તે પોતાના ત્રિકાળ આત્મસ્વરૂપના લક્ષે શુદ્ધરૂપે
પરિણમવાથી જ તૂટે માટે ‘જીવ પરપદાર્થની કોઈ ક્રિયા ખરેખર એક સમય પણ કરી શકતો નથી’
એવો નિર્ણય કરવો – એ આ ગાથાનું તાત્પર્ય છે.
સુખ – દુઃખમય ફલ પુદ્ગલકર્મ, ભોગૈ નય વ્યવહાર સુમર્મ;
નિશ્ચયનય નિજ ચેતનભાવ, જીવ ભોગવૈ સદા કહાવ. ૯.
૨૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ