व्याख्या — ‘‘ववहारा सुहदुक्खं पुग्गलकम्मफलं पभुंजेदि’’ व्यवहारात् सुखदुःखरूपं
पुद्गलकर्मफलं प्रभुंक्ते । स कः कर्त्ता ? ‘‘आदा’’ आत्मा । ‘‘णिच्छयणयदो चेदणभावं
आदस्स’ निश्चयनयतश्चेतनभावं भुंक्ते । ‘‘खु’’ स्फु टम् । कस्य सम्बन्धिनमात्मनः स्वस्येति ।
तद्यथा — आत्मा हि निजशुद्धात्मसंवित्तिसमुद्भूतपारमार्थिकसुखसुधारसभोजनमलभमान
उपचरितासद्भूतव्यवहारेणेष्टानिष्टपञ्चेन्द्रियविषयजनितसुखदुःखं भुंक्ते, तथैवानुपचरिता-
सद्भूतव्यवहारेणाभ्यन्तरे सुखदुःखजनकं द्रव्यकर्म्मरूपं सातासातोदयं भुंक्ते, स
एवाशुद्धनिश्चयनयेन हर्षविषादरूपं सुखदुःखं च भुंक्ते । शुद्धनिश्चयनयेन तु
परमात्मस्वभावसम्यक्श्रद्धानज्ञानानुष्ठानोत्पन्नसदानन्दैकलक्षणं सुखामृतं भुंक्त इति । अत्र
यस्यैव स्वाभाविकसुखामृतस्य भोजनाभावादिन्द्रियसुखं भुञ्जानः सन् संसारे परिभ्रमति
ગાથા ૯
ગાથાર્થઃ — વ્યવહારનયથી આત્મા સુખ - દુઃખરૂપ પુદ્ગલકર્મના ફળને ભોગવે છે
અને નિશ્ચયનયથી પોતાના ચેતનભાવને ભોગવે છે.
ટીકાઃ — ‘‘ववहारा सुहदुक्खं पुग्गलकम्मफलं पभुंजेदि’’ વ્યવહારનયની અપેક્ષાએ સુખ –
દુઃખરૂપ પુદ્ગલકર્મનાં ફળોને ભોગવે છે. તે કર્મફળોનો ભોક્તા કોણ છે? ‘‘आदा’’
આત્મા. ‘‘णिच्छयणयदो चेदणभावं आदस्स’’ નિશ્ચયનયની અપેક્ષાએ ચેતનભાવનો ભોક્તા છે.
‘‘खु’’ પ્રગટપણે, કોના ચેતનભાવનો? આત્માના પોતાના ચેતનભાવનો. તે આવી રીતે – આત્મા
જ નિજ શુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન પારમાર્થિક સુખ – સુધારસના ભોજનને નહિ પ્રાપ્ત કરતો,
ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ઇષ્ટ - અનિષ્ટ પંચેન્દ્રિય વિષયજનિત સુખ - દુઃખને ભોગવે
છે, તેવી જ રીતે અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી અંતરંગમાં સુખ - દુઃખજનક
દ્રવ્યકર્મરૂપ શાતા અને અશાતાના ઉદયને ભોગવે છે અને તે જ અશુદ્ધનિશ્ચયનયથી હર્ષ
- વિષાદરૂપ સુખ - દુઃખને ભોગવે છે; શુદ્ધનિશ્ચયનયથી તો પરમાત્મસ્વભાવનાં સમ્યક્ શ્રદ્ધાન
- જ્ઞાન - આચરણથી ઉત્પન્ન, સદા આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતને ભોગવે છે.
અહીં, જે સ્વાભાવિક સુખામૃતના ભોજનના અભાવથી આત્મા ઇન્દ્રિયસુખ
ભોગવતો થકો સંસારમાં પરિભ્રમણ૧ કરે છે, તે જ અતીન્દ્રિય સુખ ( – સ્વાભાવિક
૧. સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રથમ ગુણસ્થાનધારી સર્વે મિથ્યાદ્રષ્ટિ છે. ચતુર્થ ગુણસ્થાનથી સિદ્ધ
સુધીના સર્વે જીવો તેમની ભૂમિકાની શુદ્ધિ અનુસાર આત્મિક અતીન્દ્રિય – સુખ ભોગવે છે, એવું આ
ગાથાનું તાત્પર્ય છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૨૭