तदेवातीन्द्रियसुखं सर्वप्रकारेणोपादेयमित्यभिप्रायः । एवं कर्ता कर्मफलं न भुक्तं इति
बौद्धमतनिषेधार्थं भोक्तृत्वयाख्यानरूपेण सूत्रं गतम् ।।९।।
अथ निश्चयेन लोकप्रमितासंख्येयप्रदेशमात्रोऽपि व्यवहारेण देहमात्रो जीव
इत्यावेदयति —
अणुगुरुदेहपमाणो उवसंहारप्पसप्पदो चेदा ।
असमुहदो ववहारा णिच्छयणयदो असंखदेसो वा ।।१०।।
अणुगुरुदेहप्रमाणः उपसंहारप्रसर्प्पतः चेतयिता ।
असमुद्घातात् व्यवहारात् निश्चयनयतः असंख्यदेशो वा ।।१०।।
સુખામૃત) સર્વ પ્રકારે ઉપાદેય છે એવો અભિપ્રાય૧ છે.
આ રીતે, ‘કર્તા, કર્મફળને ભોગવતો નથી’ એ બૌદ્ધમતનો નિષેધ કરવા માટે
‘ભોક્તૃત્વના’ વ્યાખ્યાનરૂપે સૂત્ર પૂરું થયું. ૯.
હવે નિશ્ચયનયથી લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાત્ર હોવા છતાં વ્યવહારનયથી,
પોતાના શરીરપ્રમાણ જીવ છે એમ બતાવે છેઃ —
ગાથા ૧૦
ગાથાર્થઃ — સમુદ્ઘાત સિવાય, આ જીવ વ્યવહારનયની અપેક્ષાએ સંકોચ -
૧પંડિત હીરાલાલજી રચિત અને મથુરા સંઘ દ્વારા પ્રકાશિત દ્રવ્યસંગ્રહની ટીકા પા. ૨૩ માં ગાથા
૮ – ૯ સંબંધમાં નીચે પ્રમાણે લખ્યું છેઃ —
‘‘જીવના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું વિવેચન કરવાનો ગ્રંથકારનો એવો અભિપ્રાય છે કે જીવ
યથાર્થ વસ્તુસ્વરૂપને જાણીને, પરની અને વિકારની કર્તૃત્વ અને ભોક્તૃત્વબુદ્ધિને છોડે અને પોતાના
સહજ નિર્વિકાર ચિદાનંદસ્વરૂપ શુદ્ધપર્યાયનો કર્તા - ભોક્તા થવાનો સતત પ્રયત્ન કરે.’’
પરવસ્તુનું કાંઈ પણ જીવ કરી શકતો નથી તેમ તેને ભોગવી પણ શકતો નથી. અસદ્ભૂત
વ્યવહારનયે શાતા – અશાતાના ઉદયને તથા ઇષ્ટ – અનિષ્ટ ઇન્દ્રિય – વિષયોને જીવ ભોગવે છે, એમ
કહેવામાં આવે છે.
[અસદ્ભૂત = જૂઠો]
અણુગુરુદેહમાન વ્યવહાર, સકુચૈ ફૈલૈ જિય નિરધાર;
સમુદ્ઘાત – બિન કહિએ એમ, નિશ્ચય દેશ અસંખ્ય જુ નેમ. ૧૦.
૨૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ