व्याख्या — ‘‘अणुगुरुदेहपमाणो’’ निश्चयेन स्वदेहाद्भिन्नस्य केवलज्ञानाद्यनन्तगुण-
राशेरभिन्नस्य निजशुद्धात्मस्वरूपस्योपलब्धेरभावात्तथैव देहममत्वमूलभूताहारभयमैथुन-
परिग्रहसंज्ञाप्रभृतिसमस्तरागादिविभावानामासक्तिसद्भावाच्च यदुपार्जितं शरीरनामकर्म तदुदये
सति अणुगुरुदेहप्रमाणो भवति । स कः कर्ता ? ‘‘चेदा’ चेतयिता जीवः । कस्मात् ?
‘‘उवसंहारप्पसप्पदो’’ उपसंहारप्रसर्पतः । शरीरनामकर्मजनितविस्तारोपसंहारधर्माभ्यामित्यर्थः ।
कोऽत्र दृष्टान्तः ? यथा प्रदीपो महद्भाजनप्रच्छादितस्तद्भाजनान्तरं सर्वं प्रकाशयति
लघुभाजनप्रच्छादितस्तद्भाजनान्तरं प्रकाशयति । पुनरपि कस्मात् ? ‘असमुहदो’
असमुद्घातात् । वेदनाकषायविक्रियामारणान्तिकतैजसाहारककेवलिसंज्ञसप्तसमुद्घातवर्जनात् ।
વિસ્તારને કારણે પોતાના નાના કે મોટા શરીરપ્રમાણ રહે છે અને નિશ્ચયનયની અપેક્ષાએ
અસંખ્યાતપ્રદેશી છે.
ટીકાઃ — ‘‘अणुगुरुदेहपमाणो’’ નિશ્ચયનયથી પોતાના દેહથી ભિન્ન અને કેવળ-
જ્ઞાનાદિ અનંત ગુણસમૂહથી અભિન્ન૧ એવા નિજશુદ્ધાત્મસ્વરૂપની ઉપલબ્ધિના
અભાવથી તથા દેહની મમતા જેનું મૂળ છે એવી આહાર - ભય - મૈથુન - પરિગ્રહરૂપ સંજ્ઞા
વગેરે સમસ્ત રાગાદિ વિભાવોમાં આસક્તિનો સદ્ભાવ હોવાથી જીવે જે શરીરનામકર્મ
ઉપાર્જિત કર્યું હોય છે, તેનો ઉદય થતાં (જીવ પોતાના) નાના કે મોટા દેહની બરાબર
થાય છે. તે કોણ થાય છે? ‘‘चेदा’’ ચેતન અર્થાત્ જીવ. શા કારણે?
‘‘उवसंहारप्पसप्पदो’’ સંકોચ તથા વિસ્તારથી; શરીરનામકર્મથી ઉત્પન્ન વિસ્તાર અને
સંકોચરૂપ (જીવના) ધર્મથી — એવો અર્થ છે.
અહીં દ્રષ્ટાન્ત શું છે? જેમ દીવો મોટા વાસણમાં મૂકવામાં આવ્યો હોય તો
તે વાસણની અંદર સર્વને પ્રકાશે છે અને નાના વાસણમાં મૂકવામાં આવ્યો હોય તો
તે વાસણમાં સર્વને પ્રકાશે છે તેમ. વળી, બીજા ક્યા કારણે આ જીવ દેહપ્રમાણ
છે? ‘असमुहदो’ અસમુદ્ઘાતને લીધે. વેદના, કષાય, વિક્રિયા, મારણાન્તિક, તૈજસ,
આહારક અને કેવળી નામના સાત પ્રકારના સમુદ્ઘાત છોડી દીધા હોવાને લીધે
( – સમુદ્ઘાત સિવાયની વાત કરી હોવાને કારણે). સાત સમુદ્ઘાતનું લક્ષણ આ રીતે
કહ્યું છે —
૧. અહીં એક જ ભાવને ભિન્ન અને અભિન્ન દર્શાવી અનેકાન્તસ્વરૂપ સિદ્ધ કર્યું છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૨૯