तथा चोक्तं सप्तसमुद्घातलक्षणम् — ‘‘वेयणकसायवेउव्वियो मारणंतिओ समुग्घादो । तेजाहारो
छट्ठो सत्तमओ केवलीणं तु ।।१।।’’ तद्यथा — ‘मूलसरीरमछंडिय उत्तरदेहस्स जीवपिंडस्स ।
णिग्गमणं देहादो हवदि समुग्घादयं णाम ।।१।।’’ तीव्रवेदनानुभवान्मूलशरीरमत्यक्त्वा
आत्मप्रदेशानां बहिर्निर्गमनमिति वेदनासमुद्घातः ।१। तीव्रकषायोदयान्मूलशरीरमत्यक्त्वा परस्य
घातार्थमात्मप्रदेशानां बहिर्गमनमिति कषायसमुद्घातः ।२। मूलशरीरमपरित्यज्य किमपि
विकर्तुमात्मप्रदेशानां बहिर्गमनमिति विक्रियासमुद्घातः ।३। मरणान्तसमये मूलशरीरमपरित्यज्य
यत्र कुत्रचिद्बद्धमायुस्तत्प्रदेशं स्फु टितुमात्मप्रदेशानां बहिर्गमनमिति मारणान्तिकसमुद्घातः ।४।
स्वस्य मनोनिष्टजनकं किञ्चित्कारणान्तरमवलोक्य समुत्पन्नक्रोधस्य संयमनिधानस्य
महामुनेर्मूलशरीरमपरित्यज्य सिन्दूरपुञ्जप्रभो दीर्घत्वेन द्वादशयोजनप्रमाणः सूच्यङ्गुल-
संख्येयभागमूलविस्तारो नवयोजनाग्रविस्तारः काहलाकृतिपुरुषो वामस्कन्धान्निर्गत्य वाम-
‘‘वेयणकसायवेउव्वियो मारणंतिओ समुग्घादो ।
तेजाहारो छट्ठो सत्तमओ केवलीणं तु’’ ।।१
‘‘(૧) વેદના, (૨) કષાય, (૩) વિક્રિયા, (૪) મારણાન્તિક, (૫) તૈજસ, (૬)
આહાર અને (૭) કેવળી — એ સાત સમુદ્ઘાત છે.’’ તે આ રીતે — ‘‘પોતાનું મૂળ શરીર૨
છોડ્યા વિના (તૈજસ અને કાર્મણરૂપ) ઉત્તર દેહની સાથે સાથે જીવપ્રદેશોના શરીર બહાર
નીકળવાને સમુદ્ઘાત કહે છે.’’ તીવ્ર પીડાનો અનુભવ થવાથી, મૂળ શરીર છોડ્યા વિના,
આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને વેદનાસમુદ્ઘાત કહે છે. ૧. તીવ્ર કષાયના ઉદયથી, મૂળ
શરીરને છોડ્યા વિના, બીજાનો ઘાત કરવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને
કષાયસમુદ્ઘાત કહે છે. ૨. મૂળ શરીર છોડ્યા વિના, કોઈ પણ પ્રકારની વિક્રિયા કરવા
માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને વિક્રિયાસમુદ્ઘાત કહે છે. ૩. મૃત્યુ વખતે, મૂળ
શરીરને છોડ્યા વિના, જ્યાં આ આત્માએ ક્યાંકનું આગામી આયુષ્ય બાંધ્યું હોય તે પ્રદેશને
સ્પર્શવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને મારણાન્તિકસમુદ્ઘાત કહે છે. ૪. પોતાના
મનને અનિષ્ટ ઉત્પન્ન કરનાર કોઈ અન્ય કારણ જોઈને જેમને ક્રોધ ઉત્પન્ન થયો છે તેવા
સંયમના નિધાનરૂપ મહામુનિના મૂળ શરીરને છોડ્યા વિના, સિંદૂરના ઢગલા જેવા
પ્રકાશવાળું, બાર યોજન લાંબુ, સૂચ્યંગુલના સંખ્યાતમા ભાગ જેટલા મૂળવિસ્તારવાળું અને
નવ યોજનના અગ્ર – વિસ્તારવાળું, બિલાડાના આકારવાળું એક પૂતળું ડાબા ખભામાંથી
નીકળીને ડાબી તરફ પ્રદક્ષિણા દઈને હૃદયમાં રહેલ વિરુદ્ધ વસ્તુને ભસ્મીભૂત કરીને, તે
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા – ૬૬૬૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા – ૬૬૭
૩૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ