Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 272
PDF/HTML Page 44 of 284

 

background image
प्रदेशापेक्षया नैयायिकमीमांसकसांख्यमतवत् तथैव पञ्चेन्द्रियमनोविषयविकल्परहित-
समाधिकाले स्वसंवेदनलक्षणबोधसद्भावेऽपि बहिर्विषयेन्द्रियबोधाभावाज्जडः, न च सर्वथा
सांख्यमतवत्
तथा रागादिविभावपरिणामापेक्षया शून्योऽपि भवति, न चानन्तज्ञानाद्यपेक्षया
बौद्धमतवत् किञ्चअणुमात्रशरीरशब्देनात्र उत्सेधघनाङ्गुलासंख्येयभागप्रमितं लब्ध्य-
पूर्णसूक्ष्मनिगोदशरीरं ग्राह्यम्, न च पुद्गलपरमाणुः गुरुशरीरशब्देन च योजनसहस्रपरिमाणं
महामत्स्यशरीरं मध्यमावगाहेन मध्यमशरीराणि च इदमत्रतात्पर्यम्देहममत्वनिमित्तेन देहं
गृहीत्वा संसारे परिभ्रमति तेन कारणेन देहादिममत्वं त्यक्त्वा निर्मोहनिजशुद्धात्मनि भावना
कर्तव्येति
एवं स्वदेहमात्रव्याख्यानेन गाथा गता ।।१०।।
अतः परं गाथात्रयेण नयविभागेन संसारिजीवस्वरूपं तदवसाने शुद्धजीवस्वरूपं च
कथयति तद्यथा :
જીવ લોકાલોકવ્યાપક છે પરંતુ નૈયાયિક, મીમાંસક અને સાંખ્યમતવાળાઓ માને છે તેમ
પ્રદેશોની અપેક્ષાએ લોકાલોકવ્યાપક નથી. તેવી જ રીતે પાંચ ઇન્દ્રિય અને મનના વિષયના
વિકલ્પોથી રહિત સમાધિ વખતે સ્વસંવેદનલક્ષણ જ્ઞાનનો સદ્ભાવ હોવા છતાં પણ બાહ્ય
વિષયવાળા ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ હોવાની અપેક્ષાએ આત્માને જડ કહ્યો છે, પરંતુ
સાંખ્યમતવાળા માને છે તેમ સર્વથા જડ નથી. તેવી જ રીતે રાગાદિ વિભાવપરિણામોની
અપેક્ષાએ (આત્મા) શૂન્ય પણ છે, પરંતુ બૌદ્ધો માને છે તેમ અનંતજ્ઞાનાદિની અપેક્ષાએ
શૂન્ય નથી.
વિશેષ(ગાથામાં) ‘અણુ’માત્ર શરીર કહ્યું ત્યાં ઉત્સેધઘનાંગુલના અસંખ્યાતમા
ભાગ - પ્રમાણ લબ્ધિ - અપર્યાપ્તક સૂક્ષ્મ - નિગોદનું શરીર સમજવું પણ પુદ્ગલપરમાણુ ન
સમજવો. તેમજ ‘ગુરુશરીર’ શબ્દથી ‘એક હજાર યોજનપ્રમાણ મહામત્સ્યનું શરીર’ સમજવું
અને મધ્યમ અવગાહન વડે મધ્યમ શરીરો સમજવાં.
અહીં આ તાત્પર્ય છેશરીરના મમત્વના કારણે, જીવ શરીર ગ્રહણ કરીને
સંસારમાં પરિભ્રમણ કરે છે, માટે દેહાદિનું મમત્વ ત્યાગીને નિર્મોહ નિજ શુદ્ધાત્મામાં
ભાવના કરવી.
આ રીતે જીવના સ્વદેહ પ્રમાણપણાના વ્યાખ્યાનથી ગાથા પૂરી થઈ. ૧૦.
હવે પછી ત્રણ ગાથાઓ દ્વારા નયવિભાગપૂર્વક સંસારી જીવનું સ્વરૂપ અને તેના
અંતે શુદ્ધજીવનું સ્વરૂપ કહે છે. તે આ રીતે
૩૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ