Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 11 : Sansari Jeevanu Swaroop Nayavibhagathi.

< Previous Page   Next Page >


Page 33 of 272
PDF/HTML Page 45 of 284

 

background image
पुढविजलतेयवाऊ वण्णफ्फ दी विविहथावरेइंदी
विगतिगचदुपंचक्खा तसजीवा होंति संखादी ।।११।।
पृथिवीजलतेजोवायुवनस्पतयः विविधस्थावरैकेन्द्रियाः
द्विकत्रिकचतुःपञ्चाक्षाः त्रसजीवाः भवन्ति शंखादयः ।।११।।
व्याख्या‘‘होंति’’ इत्यादिव्याख्यानं क्रियते ‘‘होंति’’ अतीन्द्रियामूर्तनिजपरमात्म-
स्वभावानुभूतिजनितसुखामृतरसस्वभावमलभमानास्तुच्छमपीन्द्रियसुखमभिलषन्ति छद्मस्थाः,
तदासक्ताः सन्त एकेन्द्रियादिजीवानां घातं कुर्वन्ति तेनोपार्जितं यत्त्रसस्थावरनामकर्म
तदुदयेन जीवा भवन्ति
कथंभूता भवन्ति ? ‘‘पुढविजलतेयवाऊ वणफ्फ दी
विविहथावरेइंदी’’ पृथिव्यप्तेजोवायुवनस्पतयः कतिसंख्योपेता ? विविधा आगम-
कथितस्वकीयस्वकीयान्तर्भेदैर्बहुविधाः स्थावरनामकर्मोदयेन स्थावरा, एकेन्द्रियजाति-
नामकर्मोदयेन स्पर्शेनेन्द्रिययुक्ता एकेन्द्रियाः, न केवलमित्थं भूताः स्थावरा भवन्ति
ગાથા ૧૧
ગાથાર્થઃપૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરે વિવિધ પ્રકારના સ્થાવર,
એકેન્દ્રિય જીવો છે અને શંખાદિ બે, ત્રણ, ચાર તથા પાંચ ઇન્દ્રિયવાળા ત્રસ જીવો છે.
ટીકાઃ‘‘होंति’’ વગેરે પદોની વ્યાખ્યા કરવામાં આવે છે. ‘‘होंति’ છદ્મસ્થ જીવ,
અતીન્દ્રિય અમૂર્ત નિજપરમાત્મસ્વભાવની અનુભૂતિથી ઉત્પન્ન સુખરૂપી અમૃતરસસ્વભાવને
પ્રાપ્ત ન કરતાં, ઇન્દ્રિયસુખ તુચ્છ હોવા છતાં તેની અભિલાષા કરે છે, તેમાં આસક્ત થઈને
એકેન્દ્રિયાદિ જીવોનો ઘાત કરે છે, તે જીવઘાતથી ઉપાર્જિત ત્રસ અને સ્થાવર નામકર્મના
ઉદયથી જીવો થાય છે. કેવા થાય છે?
‘‘पुढविजलतेयवाऊ वणफ्फ दी विविहथावरेइंदी’’ પૃથ્વી,
જળ, તેજ, વાયુ અને વનસ્પતિએવા પ્રકારના છે, આગમમાં કહેલા પોતપોતાના અનેક
પ્રકારના અવાન્તર ભેદવાળા છે. સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર, એકેન્દ્રિયજાતિ-
નામકર્મના ઉદયથી સ્પર્શેન્દ્રિયસહિત એકેન્દ્રિય હોય છે. તેઓ માત્ર આવા સ્થાવરો જ નથી
ભૂમિ તેજ જલ વૃક્ષ સમીર, એકેન્દ્રિય થાવર જુ શરીર;
બે તે ચઉ પણ ઇન્દ્રિય જીવ, ત્રસ હૈ સંખ આદિ ભવનીવ. ૧૧.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૩૩
5