‘‘विगतिगचदुपंचक्खा तसजीवा’’ द्वित्रिचतुः पञ्चाक्षास्त्रसनामकर्मोदयेन त्रसजीवा भवन्ति । ते
च कथंभूताः ? ‘‘संखादी’’ शङ्खादयः । स्पर्शनरसनेन्द्रियद्वययुक्ताः । शङ्खशुक्तिकृम्यादयो
द्वीन्द्रियाः । स्पर्शनरसनघ्राणेन्द्रियत्रययुक्ताः कुन्थुपिपीलिकायूकामत्कुणादयस्त्रीन्द्रियाः,
स्पर्शनरसनघ्राणचक्षुरिन्द्रियचतुष्टययुक्ता दंशमशकमक्षिकाभ्रमादयश्चतुरिन्द्रियाः, स्पर्शन-
रसनघ्राणचक्षुःश्रोत्रेन्द्रियपञ्चयुक्ता मनुष्यादयः पञ्चेन्द्रिया इति । अयमत्रार्थः —
विशुद्धज्ञानदर्शनस्वभावनिजपरमात्मस्वरूपभावनोत्पन्नपारमार्थिकसुखमलभमाना इन्द्रिय-
सुखासक्ता एकेन्द्रियादिजीवानां वधं कृत्वा त्रसस्थावरा भवन्तीत्युक्तं पूर्वं
तस्मात्त्रसस्थावरोत्पत्तिविनाशार्थं तत्रैव परमात्मनि भावना कर्त्तव्येति ।।११।।
तदेव त्रसस्थावरत्वं चतुर्दशजीवसमासरूपेण व्यक्तीकरोति : —
समणा अमणा णेया पंचिंदिय णिम्मणा परे सव्वे ।
बादरसुहमेइंदी सव्वे पज्जत्त इदरा य ।।१२।।
થતા. ‘‘विगतिगचदुपंचक्खा तसजीवा’’ બે, ત્રણ, ચાર તથા પાંચ ઇન્દ્રિયોવાળા, ત્રસનામકર્મના
ઉદયથી, ત્રસજીવો પણ થાય છે. તે કેવા છે? ‘‘संखादी’’ શંખ વગેરે. સ્પર્શન અને રસના
— એ બે ઇન્દ્રિયવાળા શંખ, છીપ, કૃમિ વગેરે બે ઇન્દ્રિય જીવો છે; સ્પર્શન, રસના,
ઘ્રાણ — એ ત્રણ ઇન્દ્રિયોવાળા કંથવા, કીડી, જૂ , માકડ વગેરે ત્રિઇન્દ્રિય જીવો છે; સ્પર્શના,
રસના, ઘ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયવાળા ડાંસ, મચ્છર, માખી, ભમરા વગેરે ચતુરિન્દ્રિય
જીવો છે; સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય — એ પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યાદિ
પંચેન્દ્રિય જીવો છે.
સારાંશ એ છે કે — વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજ પરમાત્માના સ્વરૂપની ભાવનાથી
ઉત્પન્ન પારમાર્થિક સુખને પ્રાપ્ત ન કરતાં, ઇન્દ્રિયસુખમાં આસક્ત જીવો એકેન્દ્રિયાદિ
જીવોનો વધ કરીને ત્રસ અને સ્થાવર થાય છે — એમ પૂર્વે કહ્યું છે, તેથી ત્રસ અને સ્થાવરમાં
ઉત્પત્તિ ન થાય તે માટે તે જ પરમાત્મામાં ભાવના કરવી જોઈએ. ૧૧.
હવે તે જ ત્રસ અને સ્થાવરપણું ચૌદ જીવસમાસરૂપે પ્રગટ કરે છેઃ —
મન - બિન અર મન - સહિત સુજાન, પંચેન્દ્રિય પર સબ મન - હાનિ;
બાદર સૂક્ષમ એકહિ અક્ષ, સબ પર્યાપત ઇતર પ્રત્યક્ષ. ૧૨.
૩૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ