समनस्काः अमनस्काः ज्ञेयाः पंचेन्द्रियाः निर्मनस्काः परे सर्वे ।
बादरसूक्ष्मैकेन्द्रियाः सर्वे पर्याप्ताः इतरे च ।।१२।।
व्याख्या — ‘‘समणा अमणा’’ समस्तशुभाशुभविकल्पातीतपरमात्मद्रव्यविलक्षणं
नानाविकल्पजालरूपं मनो भण्यते, तेन सह ये वर्त्तन्ते ते समनस्काः संज्ञिनः, तद्विपरीता
अमनस्का असंज्ञिनः । ‘‘णेया’’ ज्ञेया ज्ञातव्याः । ‘‘पंचिंदिय’’ ते संज्ञिनस्तथैवासंज्ञिनश्च
पञ्चेन्द्रियाः । एवं संज्ञ्यसंज्ञिपञ्चेन्द्रियास्तिर्यञ्च एव, नारकमनुष्यदेवाः संज्ञिपञ्चेन्द्रिया एव ।
‘‘णिम्मणा परे सव्वे’’ निर्मनस्काः पञ्चेन्द्रियात्सकाशात् परे सर्वे द्वित्रिचतुरिन्द्रियाः ।
‘‘बादरसुहमेइंदी’’ बादरसूक्ष्मा एकेन्द्रियास्तेऽपि यदष्टपत्रपद्माकारं द्रव्यमनस्तदाधारेण
शिक्षालापोपदेशादिग्राहकं भावमनश्चेति तदुभयाभावादसंज्ञिन एव । ‘‘सव्वे पज्जत्त इदरा य’’
एवमुक्तप्रकारेण संज्ञ्यसंज्ञिरूपेण पञ्चेन्द्रियद्वयं द्वित्रिचतुरिन्द्रियरूपेण विकलेन्द्रियत्रयं
ગાથા ૧૨
ગાથાર્થઃ — પંચેન્દ્રિય જીવ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના જાણવા; બાકીના
બધા જીવ મનરહિત અસંજ્ઞી છે. એકેન્દ્રિય જીવ બાદર અને સૂક્ષ્મ બે પ્રકારના છે. આ
બધા જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે.
ટીકાઃ — ‘‘समणा अमणा’’ સમસ્ત શુભાશુભવિકલ્પરહિત પરમાત્મદ્રવ્યથી
વિલક્ષણ અનેક પ્રકારના વિકલ્પોની જાળરૂપ મન છે. જે જીવો તે મનસહિત હોય તેને
‘સમનસ્ક’’ – સંજ્ઞી અને તેનાથી વિપરીત (અર્થાત્ મનરહિત) હોય તેને ‘અમનસ્ક’ —
અસંજ્ઞી ‘‘णेया’’ – જાણવા. ‘‘पंचिंदिय’’ એવા અર્થાત્ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદવાળા
પંચેન્દ્રિય જીવો હોય છે. આવી રીતે સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એમ બે
ભેદવાળા તિર્યંચો જ હોય છે; નારકી, મનુષ્ય અને દેવ સંજ્ઞી પંચેન્દ્રિય જ હોય છે.
‘‘णिम्मणा परे सव्वे’’ પંચેન્દ્રિય સિવાયના બીજા બધા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવો
અમનસ્ક જ હોય છે. ‘‘बादरसमुहमेइंदी’’ બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે તેઓ પણ,
આઠ પાખંડીવાળા કમળના આકારવાળું જે દ્રવ્યમન અને તેના આધારે શિક્ષા, વચન,
ઉપદેશાદિને ગ્રહણ કરનાર જે ભાવમન — એ બન્નેથી રહિત હોવાથી અસંજ્ઞી જ છે.
‘‘सव्वे पज्जत्त इदरा य’’ ઉપર કહ્યા પ્રમાણે સંજ્ઞી અને અસંજ્ઞીરૂપે પંચેન્દ્રિયના બે ભેદ,
દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયરૂપે વિકલત્રયના ત્રણ ભેદ તથા બાદર અને સૂક્ષ્મરૂપે
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૩૫