बादरसूक्ष्मरूपेणैकेन्द्रियद्वयं चेति सप्त भेदाः । ‘‘आहारसरीरिंदिय पज्जत्ती आणपाणभासमणो ।
चत्तारिपंचछप्पियएइन्दियवियलसण्णिसण्णीणं ।१।’’ इति गाथाकथितक्रमेण ते सर्वे प्रत्येकं
स्वकीयस्वकीयपर्याप्तिसंभवात्सप्त पर्याप्ताः सप्तापर्याप्ताश्च भवन्ति । एवं चतुर्दश जीवसमासा
ज्ञातव्यास्तेषां च ‘‘इंदियकायाऊणिय पुण्णापुण्णेसु पुण्णगे आणा । वेइंदियादिपुण्णे वचीमणो
सण्णिपुण्णेव ।१। दस सण्णीणं पाणा सेसेगूणंतिमस्सवे ऊणा । पज्जतेसिदरेसु य सत्तदुगे
सेसगेगूणा ।२।’’ इति गाथाद्वयकथितक्रमेण यथासंभवमिन्द्रियादिदशप्राणाश्च विज्ञेयाः ।
એકેન્દ્રિયના બે ભેદ — એમ કુલ સાત ભેદ થયા. ‘‘आहारसरीरिंदिय पज्जत्ती
आणपाणभासमणो । चत्तारिपंचछप्पियपइन्द्रियवियलसण्णिसण्णीणं ।।’’૧ [આહાર, શરીર, ઇન્દ્રિય,
શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન — એ છ પર્યાપ્તિ છે. એમાંથી એકેન્દ્રિય જીવને ચાર
(આહાર, શરીર, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસ), વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય
જીવોને (મન સિવાયની) પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિ હોય છે.] આ
ગાથામાં કહેલા ક્રમથી તે સર્વ (સાત પ્રકારના) જીવો પોતપોતાની પર્યાપ્તિ પૂર્ણ થવાથી
પર્યાપ્ત હોય છે અર્થાત્ એ સાત પર્યાપ્ત હોય છે અને પોતાની પર્યાપ્તિ પૂર્ણ નહિ થવાથી
સાત અપર્યાપ્ત હોય છે. આવી રીતે ચૌદ જીવસમાસ જાણવા.
‘‘इंदियकायाऊणिय पुण्णापुण्णेसु पुण्णगे आणा ।
वेइंदियादिपुण्णे वचीमणो सण्णिपुण्णेव ।
दस सण्णीणं पाणा सेसेगूणंति मस्स वेऊणा ।
पज्जत्तेसिदरेसु य सत्त दुगे सेसगेगूणा ।।’’२
[‘‘ઇન્દ્રિય, કાય અને આયુષ્ય — એ ત્રણ પ્રાણ પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેને હોય છે.
શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તને જ હોય છે, વચનબળપ્રાણ બે ઇન્દ્રિય આદિ પર્યાપ્તને જ હોય છે,
મનોબળપ્રાણ સંજ્ઞી પર્યાપ્તને જ હોય છે. પર્યાપ્ત અવસ્થામાં સંજ્ઞી પંચેન્દ્રિયોને દસ પ્રાણ,
અસંજ્ઞી પંચેન્દ્રિયોને (મન વિના) નવ પ્રાણ, ચાર ઇન્દ્રિયવાળાને (મન અને કર્ણેન્દ્રિય વિના)
આઠ પ્રાણ, ત્રણ ઇન્દ્રિયવાળાને (મન, કાન અને ચક્ષુ ઇન્દ્રિય વિના) સાત પ્રાણ, બે
ઇન્દ્રિયવાળાઓને (મન, કર્ણ, ચક્ષુ અને ઘ્રાણેન્દ્રિય વિના) છ પ્રાણ અને એકેન્દ્રિયવાળાઓને
(મન, કર્ણ, ચક્ષુ, ઘ્રાણ, રસના તથા વચન વિના) ચાર પ્રાણ હોય છે. અપર્યાપ્ત જીવોમાં સંજ્ઞી
તથા અસંજ્ઞી — એ બંને પંચેન્દ્રિયોને શ્વાસોચ્છ્વાસ, વચનબળ અને મનોબળ વિના સાત પ્રાણ
હોય છે અને ચતુરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધી ક્રમેક્રમે એકેક પ્રાણ ઘટે છે.] આ બન્ને ગાથાઓમાં
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૧૮ ૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૧૩૧ – ૧૩૨
૩૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ