तद्यथा — स्वसंवित्तिसमुत्पन्नसुखामृतरूपं परमस्वास्थ्यं यद्यपि निश्चयेन स्वरूपे स्थितिकारणं
भवति तथा ‘‘सिद्धोऽहं सुद्धोऽहं अणंतणाणाइगुणसमिद्धोऽहं । देहपमाणो णिच्चो असंखदेसो
अमुत्तो य ।१।’’ इति गाथाकथितसिद्धभक्तिरूपेणेह पूर्वं सविकल्पावस्थायां सिद्धोऽपि यथा
भव्यानां बहिरङ्गसहकारिकारणं भवति तथैव स्वकीयोपादानकारणेन स्वयमेव तिष्ठतां
जीवपुद्गलानामधर्मद्रव्यं स्थितेः सहकारिकारणम् । लोकव्यवहारेण तु छायावद्वा पृथिवीवद्वेति
सूत्रार्थः । एवमधर्मद्रव्यकथनेन गाथा गता ।।१८।।
अथाकाशद्रव्यमाह : —
अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं ।
जेण्हं लोगागासं अल्लोगागासमिदि दुविहं ।।१९।।
अवकाशदानयोग्यं जीवादीनां विजानीहि आकाशम् ।
जैनं लोकाकाशं अलोकाकाशं इति द्विविधम् ।।१९।।
સુખામૃતરૂપ પરમ સ્વાસ્થ્ય જોકે નિશ્ચયનયથી સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે તથા ‘‘सिद्धोऽहं
सुद्धोऽहं अणंतणाणाइगुणसमिद्धोऽहं । देहपमाणो णिच्चो असंखदेशो अमुत्तो च’’ । (હું સિદ્ધ છું, હું
શુદ્ધ છું, અનંતજ્ઞાનાદિ ગુણોનો હું ધારક છું, હું દેહપ્રમાણ, નિત્ય, અસંખ્યપ્રદેશી અને અમૂર્ત્ત
છું.)’’ એ ગાથામાં કહેલ સિદ્ધભક્તિરૂપે પહેલાં સવિકલ્પ અવસ્થામાં સિદ્ધ પણ જેમ ભવ્યોને
બહિરંગ સહકારી કારણ હોય છે, તેવી જ રીતે પોતાના ઉપાદાનકારણથી સ્વયમેવ સ્થિતિ
ધરતાં જીવ અને પુદ્ગલોને અધર્મદ્રવ્ય સ્થિતિનું સહકારી કારણ છે; લોકવ્યવહારથી છાંયા
અથવા પૃથ્વીની માફક. આમ સૂત્રાર્થ છે.
એ પ્રમાણે અધર્મદ્રવ્યના કથનની ગાથા પૂરી થઈ. ૧૮.
હવે, આકાશદ્રવ્યનું કથન કરે છેઃ –
ગાથા ૧૯
ગાથાર્થઃ — જે જીવાદિ દ્રવ્યોને અવકાશ દેવાને યોગ્ય છે તેને જિનેન્દ્રદેવે કહેલું
આકાશદ્રવ્ય જાણો. લોકાકાશ અને અલોકાકાશ એ રીતે આકાશ બે પ્રકારનું છે.
જીવાદિક સબકૂ અવકાશ, દેય દ્રવ્ય સો ગિનૂં આકાશ;
લોક - અલોક દોય વિધિ અખ્યા, દેવ જિનેશ્વર જૈસૈં લખ્યા. ૧૯.
૬૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ