व्याख्या — जीवादीनामवकाशदानयोग्यमाकाशं विजानीहि हे शिष्य ! किं विशिष्टं ?
‘‘जेण्हं’’ जिनस्येदं जैनं, जिनेन प्रोक्तं वा जैनम् । तच्च लोकाकाशभेदेन द्विविधमिति । इदानीं
विस्तरः — सहजशुद्धसुखामृतरसास्वादेन परमसमरसीभावेन भरितावस्थेषु केवल-
ज्ञानाद्यनन्तगुणाधारभूतेषु लोकाकाशप्रमितासंख्येयस्वकीयशुद्धप्रदेशेषु यद्यपि निश्चयनयेन
सिद्धास्तिष्ठन्ति, तथाप्युपचरितासद्भूतव्यवहारेण मोक्षशिलायां तिष्ठन्तीति भण्यते
इत्युक्तोऽस्ति । स च ईदृशो मोक्षो यत्र प्रदेशे परमध्यानेनात्मा स्थितः सन् कर्मरहितो भवति,
तत्रैव भवति नान्यत्र । ध्यानप्रदेशे कर्मपुद्गलान् त्यक्त्वा ऊर्ध्वगमनस्वभावेन गत्वा मुक्तात्मानो
यतो लोकाग्रे तिष्ठन्तीति तत उपचारेण लोकाग्रमपि मोक्षः प्रोच्यते, यथा
तीर्थभूतपुरुषसेवितस्थानमपि भूमिजलादिरूपमुपचारेण तीर्थं भवति । सुखबोधार्थं कथितमास्ते ।
यथा तथैव सर्वद्रव्याणि यद्यपि निश्चयनयेन स्वकीयप्रदेशेषु तिष्ठन्ति
तथाप्युपचरितासद्भूतव्यवहारेण लोकाकाशे तिष्ठन्तीत्यभिप्रायो भगवतां श्री नेमिचंद्र-
सिद्धान्तदेवानामिति ।।१९।।
ટીકાઃ — હે શિષ્ય! જીવાદિને અવકાશ આપવાની યોગ્યતા જેનામાં છે તેને
જિનેન્દ્રકથિત આકાશદ્રવ્ય જાણ. તે લોક અને અલોકરૂપ આકાશના ભેદથી બે
પ્રકારનું છે.
હવે, એનો વિસ્તાર કહેવામાં આવે છેઃ — સહજ શુદ્ધ સુખામૃતરસના
આસ્વાદવાળા પરમસમરસીભાવથી ભરિતાવસ્થ, કેવળજ્ઞાનાદિ અનંતગુણના આધારરૂપ,
લોકાકાશપ્રમાણ અસંખ્યાત નિજ શુદ્ધપ્રદેશોમાં જોકે નિશ્ચયનયથી સિદ્ધ ભગવંતો રહે
છે, તોપણ ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ‘સિદ્ધ ભગવાન મોક્ષશિલા ઉપર રહે
છે’ એમ કહેવાય છે; એ પ્રમાણે પહેલાં કહેવાયું છે. આવો મોક્ષ જે પ્રદેશમાં
પરમધ્યાન વડે આત્મા સ્થિર થઈને કર્મરહિત થાય છે, ત્યાં જ થાય છે, બીજે નહિ;
ધ્યાન કરવાના સ્થાનમાં કર્મપુદ્ગલોને છોડીને ઊર્ધ્વગમન સ્વભાવથી ગતિ કરીને
મુક્તાત્માઓ લોકાગ્રે સ્થિર થાય છે, તેથી ઉપચારથી લોકના અગ્રભાગને પણ મોક્ષ
કહેવાય છે. તીર્થસ્વરૂપ પુરુષે સેવેલું ભૂમિ – જળાદિરૂપ સ્થાન પણ ઉપચારથી તીર્થ
(કહેવાય) છે. આમ સહેલાઈથી બોધ થવા માટે કહેવાય છે. તેવી જ રીતે સર્વ દ્રવ્યો,
જોકે નિશ્ચયનયથી પોતાના પ્રદેશોમાં રહે છે તોપણ, ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી
લોકાકાશમાં રહે છે. આમ, ભગવાન શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવનો અભિપ્રાય
જાણવો. ૧૯.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર[ ૬૫
9