तमेव लोकाकाशं विशेषेण द्रढयति : —
धम्माऽधम्मा कालो पुग्गलजीवा य संति जावदिये ।
आयासे सो लोगो तत्तो परदो अलोगुत्ति ।।२०।।
धर्म्माधर्मौ कालः पुद्गलजीवाः च सन्ति यावतिके ।
आकाशे सः लोकः ततः परतः अलोकः उक्तः ।।२०।।
व्याख्या — धर्माधर्मकालपुद्गलजीवाश्च सन्ति यावत्याकाशे स लोकः । तथा चोक्तं —
लोक्यन्ते दृश्यन्ते जीवादिपदार्था यत्र स लोक इति । तस्माल्लोकाकाशात्परतो बहिर्भागे
पुनरनन्ताकाशमलोक इति । अत्राह सोमाभिधानो राजश्रेष्ठी । हे भगवन् !
केवलज्ञानस्यानन्तभागप्रमितमाकाशद्रव्यं तस्याप्यनन्तभागे सर्वमध्यमप्रदेशे लोकस्तिष्ठति । स
चानादिनिधनः केनापि पुरुषविशेषेण न कृतो न हतो न धृतो न च रक्षितः ।
तथैवासंख्यातप्रदेशस्तत्रयासंख्यातप्रदेशे लोकेऽनन्तजीवास्तेभ्योऽप्यनन्तगुणाः पुद्गलाः,
તે જ લોકાકાશને વિશેષપણે દ્રઢ કરે છેઃ —
ગાથા ૨૦
ગાથાર્થઃ — ધર્મ, અધર્મ, કાળ, પુદ્ગલ અને જીવ — એ પાંચે દ્રવ્ય જેટલા
આકાશમાં રહે છે તે લોકાકાશ છે; તે લોકાકાશની બહાર અલોકાકાશ છે.
ટીકાઃ — ધર્મ, અધર્મ, કાળ, પુદ્ગલ અને જીવો જેટલા આકાશમાં છે તે લોકાકાશ
છે. કહ્યું પણ છે કેઃ — જ્યાં જીવાદિ પદાર્થો દેખવામાં આવે છે તે લોક છે. તે લોકાકાશથી
બહાર જે અનંત આકાશ છે તે ‘અલોકાકાશ’ છે.
અહીં, સોમ નામના રાજશ્રેષ્ઠી પ્રશ્ન કરે છેઃ હે ભગવન્! કેવળજ્ઞાનના અનંતમા
ભાગપ્રમાણ આકાશદ્રવ્ય છે, તેના પણ અનંતમા ભાગમાં સૌની વચ્ચે લોકાકાશ છે અને
તે અનાદિનિધન છે, કોઈ પણ વિશિષ્ટ પુરુષ વડે કરાયો નથી, નષ્ટ થતો નથી, ધારણ
કરવામાં આવતો નથી કે રક્ષાતો નથી; વળી તે અસંખ્યાત પ્રદેશોવાળો છે. તે અસંખ્યાતપ્રદેશી
ધર્મ – અધર્મ જીવ પુદ્ગલા, કાલદ્રવ્ય એ સબ હી રલા;
જેતેમૈં હૈ લોકાકાશ, તાતૈં પરૈં અલોક આકાશ. ૨૦
૬૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ